Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

અરનાલા હાઇવે પર પેટ્રોલ-ડીઝલ માટે વાહનોની લાંબી લાઈનો

અરનાલા હાઇવે પર પેટ્રોલ-ડીઝલ માટે વાહનોની લાંબી લાઈનો


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા. ૧૪ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે અરનાલા ખાતે નેશનલ હાઇવે નં. ૮૪૮ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી ઇંધણની અનિયમિત સપ્લાયને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્ના છે. પેટ્રોલ પંપ પર ઇંધણ આવવાની માહિતી મળતા જ વહેલી સવારથી લોકો પોતાના વાહનો સાથે પહોંચી જાય છે.

અરનાલા મરીમાતા ચોકડી નજીક આવેલા પેટ્રોલ પંપ પર બાઈક, કાર, ટેમ્પો અને ટ્રકોની લાંબી લાઈનો લાગતાં હાઇવે પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. અનેક વાહનચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. કેટલાક લોકોઍ જણાવ્યું હતું કે મર્યાદિત -માણમાં જ ઇંધણ આપવામાં આવી રહ્નાં છે. બાઈક માટે અંદાજે ૩૦૦ રૂપિયા, કાર માટે ૧૦૦૦ રૂપિયા અને મોટા વાહનો માટે નક્કી મર્યાદા મુજબ ડીઝલ આપવામાં આવી રહ્નાં છે.

સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે સપ્લાયમાં વિલંબ અને અફવાઓના કારણે લોકો વધુ પ્રમાણમાં ઇંધણ ભરાવવા દોડી રહ્ના છે, જેના કારણે અછત વધુ ગંભીર બની રહી છે. રોજિંદા કામકાજ, ઉદ્યોગો અને પરિવહન સેવાઓ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે.

પેટ્રોલ પંપ સંચાલકોઍ જણાવ્યું હતું કે ઇંધણનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં મળી રહ્ના હોવાથી નિયંત્રણ સાથે વિતરણ કરવું પડી રહ્નાં છે. બીજી તરફ સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ ઇંધણ લેવા અપીલ કરવામાં આવી છે.