વાપી રેલવે સ્ટેશન પરથી મુસાફરનો મોબાઈલ ચોરનાર ઝડપાયો
- byDamanganga Times
- 15 May, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપી રેલવે સ્ટેશન પર મુસાફરના મોબાઈલની ચોરી કરનાર શખ્સને ય્ભ્જ્ અને ઘ્ભ્ઝ઼લ્ સ્ટાફે ઝડપી પાડી ઞ્ય્ભ્ને સોંપયો છે.
મળતી માહિતી મુજબ દિલીપ કુમાર મગરુરામ (ઉ.વ. ૩૪), રહેવાસી દમણ, ય્ભ્જ્ કચેરીઍ પહોંચી ફરિયાદ નોંધાવી હતી કે, તે વાપી રેલવે સ્ટેશનના ભ્ય્લ્ વિસ્તારમાં સુતેલા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિઍ તેમનો બ્ષ્ટષ્ટં કંપનીનો મોબાઈલ ચોરી લીધો હતો.ફરિયાદના આધારે વાપી ય્ભ્જ્ના નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ ખ્લ્ત્ અશોક કુમાર તથા ઘ્ભ્ઝ઼લ્ સ્ટાફના ણ્ઘ્ વિનોદ કુમાર ભારદ્વાજ, ણ્ઘ્ અનિત કુમાર મીના, ણ્ઘ્ અફસર અહેમદ અને કોન્સ્ટેબલ મનોજ કુમાર દ્વારા ય્ભ્જ્ અને ઘ્ભ્ઝ઼લ્ ટીમે સ્ટેશનના ઘ્ઘ્વ્સ્ ફૂટેજ ચકાસ્યા હતા. તપાસ દરમિયાન લીલા રંગની ટી-શર્ટ પહેરેલો ઍક શંકાસ્પદ વ્યક્તિ મુસાફરનો મોબાઈલ લઈને જતો દેખાયો હતો. ત્યારબાદ ટીમે ભ્ય્લ્, પ્લેટફોર્મ અને રેલવે યાર્ડ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી.અંતે શંકાસ્પદ વ્યક્તિને વાપી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૨ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનું નામ ગોપાલ દાસ ગોવિંદ દાસ (ઉ.વ. ૫૩), રહેવાસી ગીતાનગર, વાપી હોવાનું જણાવ્યું હતું. આરોપી વાપી રેલવે સ્ટેશન પર પાણી વેચવાનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં આરોપીઍ ભ્ય્લ્ વિસ્તારમાં સુતેલા મુસાફરની ઊંઘનો લાભ લઈ મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી બ્ષ્ટષ્ટં ખ્૭૭સ્ન્ મોબાઈલ મળી આવ્યો હતો, જેને ફરિયાદીઍ પોતાનો હોવાનું ઓળખી બતાવ્યો હતો. આ મામલે આરોપીને કબજે કરાયેલ મોબાઈલ અને ફરિયાદી સાથે વધુ કાર્યવાહી માટે ઞ્ય્ભ્ વાપીને સોંપવામાં આવ્યો હતો. આરોપી સામે ગ્ફલ્ કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
