થ્રીડીમાં દાનિકસ અધિકારીઅોને નવી અને વાધારાની જવાબદારી સોîપાઈ
- byDamanganga Times
- 14 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૩ ઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા ઝ઼ખ્ફત્ઘ્લ્ અધિકારીઓના ચાર્જમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે.
જાહેર કરાયેલા આદેશ મુજબ અનેક અધિકારીઓને નવી તથા વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે.
આદેશ મુજબ અરુણ ગુા, ઝ઼ખ્ફત્ઘ્લ્ ને ડિરેક્ટર-કમ-જોઇન્ટ સેક્રેટરી (અર્બન ડેવલપમેન્ટ) દાદરા નગર હવેલી અને દમણ-દીવનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ઉપરાંત તેઓ સ્પોર્ટ્સ ઍન્ડ યુથ અફેર્સ વિભાગ તથા હેડ ઓફ સ્પોર્ટ્સ, દમણની જવાબદારી પણ સંભાળશે. આ બદલાવને પગલે ટિયોટિયાને અર્બન ડેવલપમેન્ટ વિભાગના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જતીન ગોયલ, ઝ઼ખ્ફત્ઘ્લ્ ને ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર, જિલ્લા પંચાયત દાદરા નગર હવેલી સાથે પ્રોજેક્ટ ડિરેક્ટર, ઝ઼ય્ઝ઼ખ્ નો વધારાનો ચાર્જ સોંપાયો છે. તેના પગલે અરુણ ગુાને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત મિશ્રા, ઝ઼ખ્ફત્ઘ્લ્ ડેપ્યુટી કલેક્ટર દીવ હવે પોતાની ફરજો ઉપરાંત જિલ્લા પંચાયત દીવના ઘ્ચ્બ્ તરીકે પણ કામગીરી સંભાળશે. આ બદલાવ બાદ જતીન ગોયલને આ વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
