Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપીમાં જવેલેરીના કારીગરો-નાના વેપારીઓની હાલત કફોડી બનવાની દહેશત

વાપીમાં જવેલેરીના કારીગરો-નાના વેપારીઓની હાલત કફોડી બનવાની દહેશત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૩ ઃ રૂપિયાનું અવમૂલ્યાંક થતું અટકાવવા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ દેશવાસીઓને ઍક વર્ષ સુધી સોનુ ના ખરીદવાની અપીલ કરી છે. જેને લઇ જ્વેલરી શોરૂમના નાના વેપારીઓ અને દાગીના બનાવનાર કારીગરોની હાલત આવનારા દિવસોમાં કફોડી બનવાની સ્થિતિથી ચિંતા નો માહોલ સર્જાયો છે. વાપી શહેરમાં આશરે ૧૦૦ જેટલા નાના મોટા જ્વેલરી શોરૂમ છે. આ શોરૂમના સંચાલકો અહીં વર્ષોથી નાની મોટી દુકાનો ભાડે રાખી સ્થાઈ થયેલા પડ્ઢિમ બંગાળના ૧૫૦ જેટલા કારીગરો પાસે દાગીના બનાવડાવી ગ્રાહકોને વેચે છે. તાજેતરમાં અમેરિકા ઈરાન યુદ્ધને લઈ ફૂડ ઓઇલની સપ્લાય પર અસર થવા સાથે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્નાં હોય તેને અટકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ ઍક વર્ષ સુધી દેશવાસીઓને સોનાની ખરીદીના કરવા અને પેટ્રોલ, ડીઝલ જેવા ઇંધણ તથા ખાધ્ય તેલનો વપરાશ ઓછો કરવા અપીલ કરી છે. આવા સંજોગોમાં ઍક તરફ જ્યાં સોના ચાંદીના ભાવ આસમાને છે અને ગ્રાહકોઍ ખરીદીમાં કાપ મુકવો પડી રહ્ના છે તેવામાં વડાપ્રધાનની અપીલ બાદ જ્વેલરી શોરૂમ સંચાલકો અને જ્વેલરી બનાવતા કારીગરો પર તેની સીધી અસર વર્તાવાની ભીતિ દેખાઈ રહી છે.  વાપીના ઍક વેપારી રમેશ જૈનના જણાવ્યા મુજબ વડાપ્રધાનની અપીલ બાદ યુપીના કાનપુર સહિત કેટલાક શહેરોમાં જ્વેલરી શોરૂમના વેપારીઓઍ બંધ પાડ્યો છે. વાપીમાં પણ આવનારા મહિનાઓમાં અસર વર્તાશે અને કારીગરો બેકાર થવાની શક્યતા છે નાના વેપારીઓને પણ ફટકો પડશે.

 મહેક જ્વેલર્સ સંચાલકે જણાવ્યું હતું કે, આમ પણ સોના ચાંદીના ભાવ વધારાને લીધે ધંધો નંદો હતો તેવામાં વડાપ્રધાનની જાહેરાતે ગ્રાહકો પર સીધી અસર કરવા માંડી છે. ચાલુ મે મહિનામાં હવે લગ્ન સીઝન ઍક બે દિવસની વાત કરતા પૂરી થઈ જશે જે બાદ ચોમાસામાં તો ધંધા ઠપ રહેશે પરંતુ તે પછી બી જો સ્થિતિ નહીં સુધરે તો રક્ષાબંધનથી જ્વેલરી શોરૂમની શરૂ થતી ગ્રાહકી ઉપર અસર કરતા હશે. જોકે વાપી મરુદર જ્વેલર્સના સંચાલક અમરતભાઈ સુમિત સોનીના જણાવ્યા મુજબ મોદી સાહેબે અમેરિકા પાસે ખરીદવા પર રોક લગાવી છે. દેશમાં તો જે રીતે જૂનું સોનુ ગાળીને વેચાણ કે, ખરીદી કરી શકાય માટે તેની કોઈ ગંભીર અસર કરતા હશે નહીં. જ્યાં સુધી કારીગરો નો સવાલ છે અહીંના મોટાભાગના પડ્ઢિમ બંગાળના કારીગરો ચૂંટણી માટે તેમના વતન ગયા હોય પરત આવ્યા નથી હવે ત્યાં શાંતિ સ્થપાતા તેઓ ત્યાં જ ઠરી ઠામ થઈ જશે. યુદ્ધ પણ લાંબુ નહીં ચાલે અને પરિસ્થિતિ પહેલા જેવી થઈ જશે. જોકે ઍક વાત સ્પષ્ટ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ જ્વેલરી શોરૂમોમાં સોના ચાંદીની ખરીદી ઉપર અસર વર્તવાની શક્યતા ન કરી શકાય તેમ નથી.