ચણવાઈનો ઍજન્ટ ઝડપાયો
- byDamanganga Times
- 14 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ ના ઍક આઈ.ટી. ઍન્જીનીયર યુવાનને કેનેડા મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર વધુ ઍક જય હોલિડેઝ ના ચણવાઈ ના ઍજન્ટ ની વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરી છે.
વલસાડ શહેર આવાબાઈ સ્કૂલ પાસે રહેતા અને આઈ.ટી. ઍન્જીનીયર તરીકે ફરજ બજાવતા કુણાલ દિનકરરાય પટેલે વર્ષ ૨૦૧૯માં તેઓ કેનેડા જવા માટે ઍજન્ટની શોધમાં હતા. આ દરમિયાન પારનેરા ના મુકુન્દ કંપની પાસે ‘જય હોલીડેઝ ટ્રાવેલ્સ ઍન્ડ ટુર ઍજન્સી’ ચલાવતા હર્ષભાઈ કૈલાશભાઈ રાઠોડ સાથે તેમનો સંપર્ક થયો હતો. જય ઇન્ટરનેશનલ અમદાવાદના જીતેન્દ્ર રામભાઈ પટેલ સાથે હર્ષ રાઠોડ સાથે મુલાકાત કરાવી હતી. આ બંને ઍજન્ટોઍ કુણાલ ને વિશ્વાસમાં લીધા અને તેમને ત્રણ વર્ષની વર્ક પરમિટ આપવામાં આવશે ઍમ કહી આખી -ક્રિયા માટે ૧૩.૫૦ લાખ રૂપિયા નો ખર્ચ બતાવ્યો હતો. ઍિ-લ ૨૦૧૯ માં ત્રણ લાખ રૂપિયા આપ્યા બાદ બીજા ત્રણ લાખ રૂપિયા આપવા પડશે ઍમ કહી ૬.૫૦ લાખ રૂપિયા અલગ અલગ તબક્કે કુણાલ પાસેથી રૂપિયા પડાવી લીધા હતા. ૨૦૨૦ જૂનમાં કોરોના કાર્ડ દરમિયાન ફાઈલ કેન્સલ થઈ હોવાનું બહાનું આપી ૫૦૦૦૦ રૂપિયા જય ઇન્ટરનેશનલ ના નામે મેળવ્યા અને આ ચીટરોઍ ૬.૫૦ લાખ રૂપિયા મેળવ્યા બાદ વિઝા આપી ન હતી અને ઍજન્ટોઍ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. કૃણાલ દિનકર રાય પટેલે જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે આરોપી હર્ષ કૈલાશભાઈ રાઠોડ રહે ચણવાઈ ની ધરપકડ કરવામાં આવી હતી આરોપી હર્ષ રાઠોડને વલસાડ પોલીસે કોર્ટમાં રજૂ કરતા ઍક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
