પરીયાની વાડીમાંથી કેરીની ચોરી
- byDamanganga Times
- 14 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૩ ઃ પારડી તાલુકાના પરીયા ગામે આવેલી કેરીની વાડીમાંથી મોટી માત્રામાં કેરીના ફળોની ચોરી થયાની ફરિયાદ સામે આવી છે. આ અંગે તરમાલીયા ભેંસુ ફળીયાના ખેડૂત રાજેશભાઈ રમણભાઈ પટેલે પારડી પોલીસ મથકે અરજી આપી તપાસની માંગ કરી છે ફરિયાદ મુજબ, રાજેશભાઈની પરીયા ગામે સર્વે નં. ૨૩૩૧ અને ૨૩૭૦ વાળી ખેતીની જમીન આવેલી છે,
જેમાં કેસર, દશેરી, ટોટાપુરી, હાફુસ સહિતની કેરીઓનું વાવેતર કરવામાં આવ્યું છે. અંદાજે ૭૦થી ૮૦ જેટલી કલમો પર ભારે મહેનત અને દવાઓના છંટકાવ બાદ ફળો તૈયાર કરવામાં આવ્યા હતા ખેડૂતે જણાવ્યું કે, ફળમાખીથી બચાવવા માટે આશરે ૨૫૦૦ જેટલી કેરીઓ પર ખાસ કોથળીઓ પહેરાવવામાં આવી હતી.
છતાં રાત્રીના સમયે અજાણ્યા ઇસમોઍ કોથળીવાળી કેરીઓ સહિત આજુબાજુના ઝાડોમાંથી અંદાજે ૩૦થી ૩૫ મણ કેરીની ચોરી કરી લીધી હોવાની આશંકા વ્યક્ત કરી છે પારડી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.
