ડુંગરામાં આરટીઇ હેઠળ પ્રવેશ ન આપનાર શાળામાં શિક્ષણ અધિકારીઍ ધામો નાંખી ૧૪ માંથી ૧૦ ને પ્રવેશ અપાવ્યો
- byDamanganga Times
- 14 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલી ઍક શાળાઍ આરટીઇ હેઠળ ૧૪ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માં ન આવતા શિક્ષણ અધિકારીને થયેલી ફરિયાદ બાદ આજરોજ શિક્ષણ અધિકારી ની ટીમ ઍ સ્કૂલ પર પહોંચી ગઈ શાળા સંચાલકોને ધમરોળતા આખરે ૧૪ પૈકી ૧૦ વિધાર્થીઓને પ્રવેશ આપવાની ફરજ પડી હતી. બાકીના ૪ વિધાર્થીઓ પાસે પ્રવેશ માટે પૂરતા દસ્તાવેજ ન હોય ઍ લોકોનો પ્રવેશ હાલ મુલત્વી રખાયો છે.
સૂત્રો દ્વારા પ્રા માહિતી મુજબ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક ખાનગી શાળાઓને આર ટી ઇ હેઠળ યોગ્ય પાત્રતા ધરાવતા વિધાર્થીઓને પ્રવેશ આપવાનો આદેશ કર્યો છે. જે અંતર્ગત વાપીની કેટલીક શાળાઓ દ્વારા આર ટી ઇ હેઠળ પ્રવેશ માટે અરજી કરવા છતાં પ્રવેશ આપવામાં અખાડા કરવામાં આવતા હતાં.
જે અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ જતા તેઓ ઍ બે દિવસ પહેલા ઍક સૂચના જાહેર કરી દરેક ખાનગી શાળાઓને આર ટી ઇ હેઠળ વિધાર્થીઓને નિર્ધારિત સમયમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો સંચાલકો સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.
જેને લઈ વાપી ચલાની ઍક ખાનગી સ્કૂલે તો અરજદાર દરેક વિધાર્થીઓને પ્રવેશ આપવાની ફરજ પડી હતી. જોકે વાપી ડુંગરા વિસ્તારની ઍક ખાનગી સ્કૂલે આર ટી ઇ હેઠળ ૧૪ વિધાર્થીઓઍ પ્રવેશ માટે અરજી કરી હતી તે વિધાર્થીને પ્રવેશ આપવા અખાડા કરવામાં આવી રહ્ના હતા જેને લઈ ઍ છાત્રોના વાલીઓઍ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા આજે પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ આવી પહોચતા આખરે ૧ં જેટલા વિધાર્થીઓને પ્રવેશ આપવાની ફરજ પડી હતી. જ્યારે બાકીના ૪ વિધાર્થીઓને કોઈ પૂર્તતા બાકી હોય પ્રવેશ મુલતવી રાખવામાં આવ્યો હતો.
