અતુલના અરબાઝે બે - બે હિન્દુ નામ ધારણ કરી બે યુવતીઅોને ફસાવી હતી!
- byDamanganga Times
- 14 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ અતુલ ના મુકુંદ પાસે આવેલી કાળી સ્કૂલ પાસે રહેતો ઍક વિધર્મી યુવકે પોતાની ઓળખ છુપાવી અંકિત અને રાહુલ જેવા હિન્દુ નામ ધારણ કરી બે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું શારીરિક શોષણ કરનાર આરોપી ની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.
અતુલ મુકુંદ પાસે આવેલ કાળી સ્કૂલ પાસે ભોળાનગરમાં અરબાઝ મકરાણી રહે છે. આશરે બે વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર ‘જીયા પટેલ’ નામે ફેક આઈડી બનાવ્યું હતું. આ આઈડી દ્વારા તેણે અટગામ પંથકની ૨૦ વર્ષીય યુવતી પિન્કી (નામ બદલ્યું છે) સાથે મિત્રતા કેળવી અને પોતાનું નામ ‘અંકિત નાયકા’ હોવાનું જણાવી લગ્નની લાલચ આપી તેને લિવ-ઈન રિલેશનશિપમાં રાખી હતી. યુવતીને વિશ્વાસમાં લઈ વીધર્મી યુવાન પોતાની હિન્દુ માસીના ઘરે લઈ જતો હતો. જે બાદ આ આરોપી યુવતીને પોતાના ઘરે લઈ ગયો અને ત્યાં જઈ યુવતી નો મોબાઇલ બંધ કરી દઈ સાત દિવસ સુધી ઘરમાં નજરકેદ કરી હતી. યુવતીના પરિવારે અતુલ યુવકના ઘરે પહોંચતા ‘અંકિત’ નહિ અરબાઝ મકરાણી હોવાનું જાણ થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટના બાદ હિન્દુ સંગઠનો ઍ વલસાડ રૂરલ પોલીસ મથક બહાર હોબાળો મચાવી રામધૂન કર્યા બાદ પોલીસે અરબાઝ મકરાણી ની ધરપકડ કરી હતી. જ્યારે બીજા ઍક કિસ્સામાં ભોગ બનેલી યુવતીઍ પોલીસ મથકે આવી જણાવ્યું કે જ્યારે તે ધોરણ ૭માં ભણતી હતી ત્યારે અરબાઝે ‘રાહુલ પટેલ’ નામ ધારણ કરી તેને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે લિવ-ઈનમાં રહી ગર્ભવતી બનાવી હતી. અઢી વર્ષ પહેલાં ઍક બાળકીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાં આરોપીઍ બાળકીના પિતા તરીકે પોતાનું સાચું નામ ‘અરબાઝ મકરાણી’ લખાવ્યું હતું, પરંતુ યુવતી સામે કોઈ પુરાવો ન રહે તે માટે તેણે માતા-બાળકીના આધાર કાર્ડ અને જન્મનું પ્રમાણપત્ર પોતાની પાસે છુપાવી રાખ્યા હતા.
પરિવારને ધમકી આપી યુવતીના ૨૦ વર્ષીય ભાઈનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે મારપીટ કરતો તેમજ યુવતીઓના પરિવારને ડરાવી-ધમકાવીને દબાવી રાખતો હતો. પોલીસે આરોપી અરબાઝ મકરાણાની ધરપકડ કર્યા બાદ મેડિકલ ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
