પારડીમાં ઠંડક માણવા ૩ સાપ ઍસીમાં ઘૂસી ગયા!
- byDamanganga Times
- 14 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ પારડીના આવેલ પોણીયા વિસ્તારમાં સતત બીજીવાર પારડી જીવદયા ગ્રુપે સાપોનું રેસ્કયુ કરાયું. આ વખતે આડ્ઢર્યની આ બાબત છે કે ઍસીમાંથી ત્રણ સાપ નીકળ્યા છે જીવ દયા ગ્રુપે ત્રણે સાપ પકડીને પરિવારને ભય મુક્ત કર્યા હતાં. જીવદયા ગ્રુપને પારડીના પોણીયા રેલવે ફળિયા માંથી અનુજભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે તેમના ઘરના ઍસીમાં સાપ દેખાતાં પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારીની સૂચના મુજબ જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને રીશી ઠાકુર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને જોયા પછી ઍમને ખબર પડી કે ત્યાં ઍસીમાં ૩ તાંબાપીઠ બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક નામના બિનઝેરી સાપ ઘૂસી ગયા હતાં જેમુનું ૧ થી ૨ કલાકની ભારે જેહમત બાદ ત્રણેય સાપોનું રેસ્ક્યુ કરવા માં આવ્યું હતું. રેસ્ક્યુ પછી ઘરના લોકો ઍ રાહતનો શ્વાસ લીધો હતો અને ભય મુક્ત બન્યા હતા આ ત્રણેય સાપોને જંગલ વિસ્તારમાં મુક્ત કરવા માં આવ્યા હતાં.
