શનિવારે વાપી મનપાની સામાન્યસભા માટે ઍજન્ડા
- byDamanganga Times
- 14 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ રાજ્યની મહાનગરપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ચૂંટણી આગામી તા. ૨૦, ૨૧, ૨૨ દરમિયાન થશે. તા. ૧૬ મીઍ સામાન્ય સભાની મિટિંગનો ઍજન્ડા બહાર પડશે. ઍ સાથે જ નવી ૯ મહાનગરપાલિકામાં પણ સામાન્ય સભા મળશે. વાપી મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણીનો ઍજન્ડા ૧૬મી ઍના રોજ જાહેર થશે.
જોકે ઉપરોક્ત પદ માટે તા. ૧૬ મીઍ ફરી ગાંધીનગરના કમલમ ખાતે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ચર્ચાયેલા નામો માંથી આખરી નામ ફાયનલ થશે. જે વાપી મહાનગરપાલિકામાં સત્તાનું સુકાન સંભાળશે. જોકે વાપી મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ૨૦, ૨૧ કે ૨૨ તારીખે આવશે તે હજુ નક્કી નથી પરંતુ ૧૬મીઍ આ અંગે જાહેરનામું બહાર પડ્યા બાદ નક્કી થશે.
