Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડ, નવસારી અને ડાંગ જીલ્લાના કલેકટરોની બદલી

વલસાડ, નવસારી અને ડાંગ જીલ્લાના કલેકટરોની બદલી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૩ ઃ વલસાડના કલેકટર ભવ્ય વર્માની  ટૂંકા સમય ગાળામાં અમદાવાદ બદલી કરવામાં આવી જ્યારે ગાંધીનગરના કલેક્ટર નીતિન સાંગવાન વલસાડ બદલી કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૭૧ જેટલા કલેકટરોની સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા ભવ્ય વર્માની ટૂંકાગાળામાં બદલી કરવામાં આવી છે. વલસાડ કલેકટર ભવ્ય વર્માની સામૂહિક બદલીઓમાં તેમની સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડમાં ઘ્ચ્બ્ તેમજ અમદાવાદ બદલી થઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડમાં ઘ્ચ્બ્ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (ખ્પ્ઘ્) માં ડેપ્યુટી કમિશનર (ઈ-ગવર્નન્સ) તરીકે પણ સેવાઓ આપી ચૂકેલા  નિતીન સાંગવાનને વલસાડ કલેકટર તરીકે  બદલી કરવામાં આવી છે.

ઍ જ રીતે  નવસારી જિલ્લાના ટોચના અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂક પણ કરવામાં આવી છે.  જેમાં હાલના કલેકટર ક્ષિપ્રા આગ્રેની જગ્યાઍ નવસારીને નવા કલેક્ટર  મનીષ ગુરવાની મળ્યા છે.

જયારે જે.બી. ઉપાધ્યાય નવસારી મ્યુનિસિપલ કમિશ્નરનો પદભાર સંભાળશે, નવસારીના મ્યુ કમિશ્નર દેવ ચૌધરીની તાપી વ્યારામાં કલેકટર પદે બદલી  કરાઈ છે. જિલ્લા વિકાસ અધિકારી તરીકે પુષ્પલતાના સ્થાને કાર્તિક જીવાણીની નિમણૂક અને વાંસદાના ટ્રાયબલ ઍરિયા સબ પ્લાન (વ્ખ્લ્ભ્) માટે સ્વપ્નિલ મહાદેવ સીસલે પદભાર સંભાળશે. 

આમ મહત્વના અધિકારીઓની બદલીથી નવસારીજીલ્લાના વહીવટીતંત્રમાં નવો સંચાર  જિલ્લાના નાગરિકોને જોવા મળશે. 

જયારે ડાંગ-આહવા ખાતે કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા શાલિની દુહાન (ત્ખ્લ્)ની બદલી કરવામાં આવી છે. તેમને હવે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ હેઠળ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.શાલિની દુહાનની જગ્યાઍ ઍન.ડી. પરમાર (ત્ખ્લ્)ને ડાંગ જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ ઍન.ડી. પરમાર રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરમાં જોઈન્ટ ઇલેક્શન કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. આ સાથે જ ડાંગ ખાતે પ્રાયોજના વહીવટદાર, ટ્રાઇબલ ઍરિયા સબ પ્લાન તરીકે ફરજ બજાવતા પાટીલ આનંદ આશોક (ત્ખ્લ્)ની પણ બદલી કરવામાં આવી છે. 

તેમને હવે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી (ઝ઼ઝ઼બ્) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ વહીવટી ફેરફારોને પગલે  ત્રણેય જીલ્લામાં  જિલ્લા વહીવટી તંત્રમાં નવી જવાબદારીઓ સાથે નવા અધિકારીઓની ઍન્ટ્રી થઈ છે.