વાપીમાં ૬૦ પાણીના કુંડ સ્થાપિત કરાયા
- byDamanganga Times
- 13 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપી વિસ્તારમાં ૬૦ પાણીના કુંડ સ્થાપિત, ઉકળતા ઉનાળામાં અબોલ જીવને રાહત આપવા અનોખી પહેલ વાપીં ઉકળતા ઉનાળાના કારણે તાપમાન સતત વધી રહ્નાં છે. જેના કારણે અબોલ પશુ-પક્ષીઓ માટે પાણીની તંગી ગંભીર બની રહી છે. આવા સમયમાં સમાજસેવી સંસ્થાઓ દ્વારા ઍક સરાહનીય પહેલ કરવામાં આવી છે, જેમાં વાપી વિસ્તારના વિવિધ વિસ્તારોમાં અંદાજે ૬૦ પાણીના કુંડ (જળપાત્ર) સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સેવા કાર્યમાં સેવા પરમો ધર્મ, ક્લબ ૧૦૦૧ હેલ્પિંગ હેન્ડ અને વાપી ઍનિમલ રેસ્ક્યૂ ટીમના સભ્યોઍ સક્રિય રીતે ભાગ લીધો હતો. આ કુંડ ઍવા સ્થળોઍ મૂકવામાં આવ્યા છે જ્યાં લોકો સરળતાથી પાણી ભરી શકે, જેથી પશુ-પક્ષીઓને નિયમિત પાણી મળી રહે અને તેમને ગરમીમાંથી રાહત મળી શકે.
સંસ્થાના સભ્યોઍ જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અને લોકોને અબોલ જીવ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની સુવિધા મુજબ પોતાના ઘરનાં બાલ્કની, સોસાયટી, બગીચા અથવા અન્ય સ્થળોઍ નાના-મોટા પાણીના પાત્રો રાખે અને તેમાં નિયમિત પાણી ભરે છે.
આ પહેલથી માત્ર અબોલ જીવને રાહત નહીં મળે, પરંતુ સમાજમાં માનવતા અને જીવદયાનો સંદેશ પણ મજબૂત બનશે. સંસ્થાઍ આશા વ્યક્ત કરી છે કે વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાઈને આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપશે, જેથી કોઈપણ પશુ કે પક્ષી તરસથી પોતાનો જીવ ન ગુમાવે.
