કલસાડામાં ટેનિસ ક્રિકેટ ટુર્ના. રમાઈ
- byDamanganga Times
- 13 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ તાલુકાના કલવાડા ગામે આવેલ ડી.ઝેડ.સી.ઍ.ક્રિકેટ ગ્રાઉન્ડ, સંસ્થા દ્વારા શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડ દ્વારા સમાજના ૅનિરાધાર તથા દિવ્યાંગભાઈ બહેનોના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમાજના શુભચિંતક તેમજ માજી પ્રમુખ, સરદાર હાઈટ્સ, વલસાડ જીતેનભાઈ સુરતીના પ્રમુખ સ્થાને, શુભાષભાઈ બારોટ, હેમંતભાઈ પટેલ, તથા હિતેન્દ્રભાઈ પીઠાવાલાના મુખ્ય મહેમાન પદે તેમજ શિવાનીબેન સુરતી, નીતાબેન સુરતી, જ્યોત્સનાબેન બારોટ, યોગિતાબેન પટેલ તેમજ તેજનાબેન પીઠાવાલાના અતિથિ વિશેષ પદે કરવામાં આવ્યું હતું. સમાજના ક્રિકેટ જગતમાં લોઈડના હુલામણા નામથી ઓળખાતા ઉદ્દઘાટક ધનસુખભાઈ સુરતીનાં હસ્તે દીપ પ્રગટાવી ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી.
ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ તાલુકાની ૧૦ ટીમો ઉત્સાહ અને વરિષ્ઠ નાગરિકોની બે ટીમઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વરિષ્ઠ નાગરિકોની પીઠાવાલા ઈલેવનના કેપ્ટન ગિજેન્દ્ર પીઠાવાલાઍ ટોસ જીતી, બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ૬ ઓવરમાં ૩ વિકેટના નુકશાને ૫૪ રન કર્યા જયારે પટેલ ઈલેવને ૪. ૪ ઓવરમાં વિના વિકેટે ૫૭ રન કરી પટેલ ઈલેવનનો ૧૦ વિકેટથી ભવ્ય વિજય થયો હતો. જયારે પીઠાવાલા ઈલેવને રનર્સઅપ રહી હતી. જીતેન્દ્ર પટેલને બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો જયારે મનીષ હરિયાવાલા બેસ્ટ ફિલ્ડર બન્યા હતાં.
યુવાનોની ફાઈનલ મેચ ચણવઈ ઈલેવન અને કલવાડા ઈલેવન વચ્ચે યોજાય. ચણવઈ ઈલેવન ૫.૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી વિજયી છગ્ગા સાથે ૬૫ રન કરી ભવ્ય વિજય મેળવી ચેમ્પિયન બની અને કલવાડા ઈલેવન રનર્સ અપ રહી હતી. ટુર્નામેન્ટમાં વિવિધ ટ્રોફીઓ, બેસ્ટ બોલર ભાવિન પટેલ, બેસ્ટ બેટ્સમેન અલ્પેશ ધરાસણીયા, બેસ્ટ ફિલ્ડર હિરેન સુરતી, મેન ઓફ ધ મેચ મૃણાલ સુરતી અને મેન ઓફ ધ સિરીઝ ભાવિન પટેલને ઍનાયત થઈ હતી. નિરાધાર અને દિવ્યાંગના લાભાર્થે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં દાન આપનાર તમામ દાતાઓના, છાસની સેવા આપનાર કલવાડા ગામનાં સરપંચ વિપિનભાઈ રાઠોડ, તમામ મેચ દરમ્યાન મેન ઓફ ધ મેચ થનાર તમામ ખેલાડીઓને કેપ આપવા બદલ ચેતનભાઈ વરાડીયા, ધોમધખતા તાપમાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરનાર તમામ દર્શક મિત્રોના તેમજ ભાગ લેનારી તમામ ટીમના કેપ્ટન તેમજ ખેલાડીઓના અમે હૃદયથી આભારી છીઍ. ટુર્નામેન્ટ દરમ્યાન ઉમેશભાઈ પટેલ, અમ્રિતભાઈ પટેલ, અરુણભાઈ વજીરીયા, ધનેશભાઈ સોલંકી, શિરીષભાઈ પરમાર, હસમુખભાઈ માહ્નાવંશી (ઉદવાડા), જ્યંતીભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, નગીનભાઈ પટેલ (ચરી) નવનીતભાઈ છોવાલા, જ્યોતિન્દ્રભાઈ છોવાલા, કમલેશભાઈ હરિયાવાલા, કૌશિકભાઈ જાખીયા, કેતનભાઈ કોયા, કિન્તુભાઈ મેહવાલા, નિકુંજભાઈ મગોદિયા, વિપુલભાઈ મગોદિયા, કિરણભાઈ કોશિયા તેમજ મોટી સંખ્યામાં વડીલો ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓ તેમજ કાર્યકરોને પ્રોત્સાહીત કર્યા હતાં.
ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સુંદર આયોજન કરનાર હિરેનભાઈ સુરતી, નિલેશભાઈ બારોટ તેમજ સંસ્થાનાં તમામ કાર્યકરોને સંસ્થાનાં પ્રમુખ અનુપભાઈ મેહવાલા અભિનંદન પઠાવ્યા હતાં.
