Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી મુખ્ય બજારમાં વેપારીઅો-સ્થાનિકો દ્વારા પાણીનો વેડફાટ થવાની બુમરણ

વાપી મુખ્ય બજારમાં વેપારીઅો-સ્થાનિકો દ્વારા પાણીનો વેડફાટ થવાની બુમરણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૨ ઃ વાપીના મુખ્ય બજારમાં રસ્તાનો નવીનીકરણ માટે ખોદકામ કરતાં ધૂળ અને ડમરી ઉડતા વેપારીઓઍ તેમજ સ્થાનિક લોકોઍ રસ્તા ઉપર પાણીનો માળો ચલાવી પાણીનો બગાડ કરાઈ રહ્ના હોવાની બુમરાણ ઉઠવા પામી છે. 

પ્રા વિગત મુજબ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૮માં આવેલ મુખ્ય બજાર ઍટલે કે સરદાર ચોકથી ઝંડા ચોક સુધીના માર્ગને ખોદીને વરસાદી પાણીના નિકાલ થાય તે મુજબ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત હાલમાં ખુદાયેલા રસ્તાને કારણે ધૂળ અને ડમરીઓ ઉડીને દુકાનમાં તેમજ ઘરોમાં આવી રહી છે જેને લઇ પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પીવાના પાણીને કેટલાક દુકાનદારો તેમજ રહેણાંક વિસ્તારના લોકો રસ્તા ઉપર બેફામ પાણી નાખી પાણીનો બગાડ કરી રહ્ના છે જોકે ઍક તરફ પાલિકા હદ વિસ્તારમાં પીવાના પાણી માટે કેટલીક સોસાયટીઓમાં બુમરાણ મચી રહી છે. ત્યારે વાપી મુખ્ય બજારમાં પાણીનો બગાડ થઈ રહ્ના છે જે અંગે તાત્કાલિક વાપી મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૮ના નવા ચૂંટાયેલા સભ્યો અને વાપી વેપારી ઍસોસિઍશનના પ્રમુખ બિમલ શાહ દ્વારા પાણીનો બગાડ કરતા દુકાનદારો તેમજ અન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવે કે તેઓને પાણીનો બગાડ ન કરવામાં આવે તેવી સૂચનો કરવાની જરૂર છે.