દમણ સરકારી કોલેજની વિદ્યાર્થીની રસાયણશાસ્ત્રમાં પીઍચ.ડી. થયા
- byDamanganga Times
- 13 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૨ ઃ દમણની સરકારી કોલેજની વિદ્યાર્થીની રચના હરીશભાઈ ઉપાધ્યાયે રસાયણશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડૉ. અમિતકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ રસાયણશાસ્ત્ર વિષયમાં પીઍચ.ડી. નો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
તેમના સંશોધન કાર્યનું શીર્ષક ૅડેવલપમેન્ટ ઓફ અ સસ્ટેનેબલ ઍપ્રોચ ફોર ધ સિન્થેસિસ ઓફ નોવેલ હીટરોસાયકલ્સ ઍન્ડ ધેર બાયોલોજિકાલ ઍપ્લિકેશન્સૅ છે.
તેમના પીઍચ.ડી. સંશોધન દરમિયાન, રચનાઍ કુલ ૧૩ સંશોધન પત્રો અને ૨ પુસ્તક પ્રકરણો અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલો અને પુસ્તકોમાં પ્રકાશિત કર્યા છે. તેમનું વિદ્વતાપૂર્ણ યોગદાન દેશ-વિદેશની અગ્રણી સંસ્થાઓના સંશોધન ધોરણો સાથે સમકક્ષ છે. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સ્તરે કોલેજ અને આપણા પ્રદેશનું અપાર ગૌરવ વધાર્યું છે.
તેમની સિદ્ધિ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયક છે અને શૈક્ષણિક શ્રેષ્ઠતાનું ઍક તેજસ્વી ઉદાહરણ છે. આ નોંધપાત્ર સિદ્ધિ માટે ડૉ. રચના ઉપાધ્યાય, તેમના માતા-પિતા, સંશોધન માર્ગદર્શક ડૉ. અમિતકુમાર પટેલ અને સરકારી કોલેજ, દમણના આચાર્યને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.
