અોઝરપાડામાં વિધવા અને ઍકતા રહેતા બેહનોને છત્રીઅોનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 13 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ દીપ જ્યોતિ સેવા મંડળ ઓઝરપાડામા આજરોજ વિધવા અને ઍકલા રહેતા મોટી ઉંમરની પચાસેક બહેનોને દાતા ઉત્પલભાઇ અને ઍમના ધર્મપત્ની કલ્પનાબેન હસ્તક દરેક બહેનોને છત્રી દાનમા આપવામા આવી હતી.
જી.વી.ડી. સાર્વજનિક હાઇસ્કૂલ વલસાડના શિક્ષિકા બહેન કલ્પનાબેને ઍમના સ્વર્ગસ્થ પિતા ઈડ્ઢરભાઈના સ્મરણારથે ગ્રામિણ વિસ્તારરની નિરાધાર બહેનોને આ ભેટ આપીને ધન્યતા અનુભવી હતી અન્ય દાતા યોગેશભાઇ તેમની પત્ની દ્વારા ઉપસ્થિત બહેનોને યોગેશભાઇના પિતા સ્વ. ઝવેરભાઈના સ્મરણારથે ચા નાસતો કરાવવામા આવયો હતો.મંડળના સભ્યો પ્રા. વજીરભાઇ, ઍડવોકેટ વિનોદભાઈ, મંત્રી મહેશભાઇ, કમલેશભાઈ, જગુભાઈ હાજર રહ્ના હતાં. દાતાઓનો દીપ જ્યોતિ સેવા મંડળ વતી શિક્ષિકા વૈશાલીબેને આભાર વ્યક્ત કર્યો હતો.
