Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી હાઈવે માર્ગ પર ખુલ્લી ગટરથી અકસ્માતની સંભાવના

વાપી હાઈવે માર્ગ પર ખુલ્લી ગટરથી અકસ્માતની સંભાવના


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૨ ઃ વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી યુપીઍલ હાઈવે બ્રિજ સુધીના માર્ગ ઉપર ખુલ્લી વરસાદી પાણીની ગટરને લઈ મોટો અકસ્માત થવાની શક્યતા પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી અને બાંધકામ વિભાગની ટીમ બે કાળજી રહેતા વહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલમાં મુકાશે. 

પ્રા વિગત મુજબ વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી યુપીઍલ હાઇવે બ્રિજ સુધીના સુરતથી મુંબઈ તરફ જતા માર્ગ ઉપર આવેલ હાઇવેના સર્વિસ રોડ અને મુખ્ય માર્ગની વચ્ચે બનાવવામાં આવેલી સિમેન્ટ કોંક્રેટની વરસાદી પાણી માટેની ડ્રેનેજ લાઈન હાલમાં ઠેર ઠેર તૂટેલી હાલતમાં અને લગભગ પાંચથી દસ ફૂટ લાંબા અને ચારથી ત્રણ ફૂટ પહોળા ખાડાઓ પડી જવા પામ્યા છે. જે અંગે આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને રાત્રિ દરમિયાન કે કોઈક સમયે અકસ્માત થવાની શક્યતા છે. જોકે આ અંગે તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ખુલ્લી વરસાદી પાણીની ગટરના ઉપર ઢાંકણા લગાવી બંધ કરવી જરૂરી છે નહીં તો અહીં મોટો અકસ્માત થવાની અને કોઈકનો જાન જવાની પણ શક્યતા દેખાઈ રહી છે.