Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડીમાં ગચ્છાધિપતિ યશોવર્માસૂરી પધારતાં યુવાનો હેલે ચઢયા

પારડીમાં ગચ્છાધિપતિ યશોવર્માસૂરી પધારતાં યુવાનો હેલે ચઢયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૨ ઃ પારડી નગરના પ્રાચીન શ્રી ચંદ્રપ્રભુજીના જિનાલયનો શતાબ્દી મહોત્સવને અધિસ્ઠાયક દેવ-દેવીની પ્રતિષ્ઠા જેમના હાથે ઐતિહાસિક ઉત્સવ સાથે થયો તે હૃદયસ્પર્શી પ્રવચનકાર શ્રદ્ધેય ગુરુદેવ જૈનાચાર્ય શ્રીમદ વિજય યશોવર્મસુરીશ્વરજી મહારાજા ગચ્છાધિપતિ બની પ્રથમવાર નગરમાં પધારતા આખાય પારડીમાં યુવાનો જૈનો અજૈનો હેલે ચડ્યા હતાં. ભવ્ય સામૈયા સાથે વાજતે - ગાજતે પ્રવેશ બાદ ઉમટેલી જનમેદનીને પૂજ્ય ગુરુવારે પ્રભુમય બનાવી દીધા હતાં. પરમાત્મા કશું લેતા નથી, ઍ હંમેશા દેતા રહ્ના છે. સૂરજની જેમ બિલ ન મોકલે પણ દિલથી દેતા જ રહે છે. જે જેટલા દિલથી પ્રભુને ભજશે, પ્રભુ ઍટલા જ દિલથી દેશે, બાકી દિલ વગર થાય ઍ પ્રાર્થના નથી હોતી ઍ તો યાચના હોય છે અથવા ભીખ હોય છે. પ્રભુ પાસે માંગો નહીં ઍને જ આપવા દો, ઍનું હૈયું અને હાથ આપણા હાથને હૈયા કરતા મોટા જ છે. દુકાનદાર કાકાઍ કહ્નાં બેટા તારી મમ્મીઍ આટલો બધો શોપિંગ કર્યું છે, મુઠ્ઠી ભરીને કાકા કહે લે ચોકલેટ. દીકરાઍ ન લીધી, બે ચાર વાર કાકાઍ કહ્નાં. છેલ્લે કાકાઍ મુઠો ભરીને ચોકલેટ આપી દીધી, છોકરાઍ તુરત લઈ લીધી. ગલીમાં વળતા ઍક તમાચો ઝિંકી દીધો ને કહ્નાં. મૂર્ખા કાકા દેતા તા તો કેમ ના પાડતો હતો. છોકરો કે મમ્મી હું લેત તો થોડી આવત, ઍમના મુઠીમાં વધારે ચોકલેટ આવી. મમ્મી દીકરાને જોતી જ રહી... બસ પ્રભુ પાસે યાચનાને ભીખ ન માંગો, ઍ દેશે, ત્યારે ખુદા દેતા હૈ, છપ્પર ફાડ કે. પૂજ્ય ગુરુદેવશ્રીના ઍક ઍક શબ્દો હચમચાવી ગયા. ને આગળ ફરમાવ્યું, પ્રભુ પૂજાથી દૂર રહેનારો જૈન નથી. જૈન તો જિનેશ્વરને પૂજે જ. સવારે ચાલવા જવાનો ટાઈમ છે, પણ, પૂજા માટે સમય નથી બચતો. યાદ રહે, સવારે ચાલવાથી શરીર સુધરે, પણ, દિવસ દરમિયાન ઘરમાં ચલાવી લેવાથી સંબંધ સુધરે. જીવન આનંદમય બને ઘર ખુશનુંમાં રહે.