Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

દમણમાં ભાજપે પ્રદેશ રમતગમત સેલની રચના કરી

દમણમાં ભાજપે પ્રદેશ રમતગમત સેલની રચના કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૧૨ ઃ સંગઠનાત્મક વિસ્તરણના ભાગ રૂપે, ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવ રાજ્યઍ રાજ્ય રમતગમત સેલના પ્રમુખ અને રાજ્ય-સ્તરીય સમિતિની જાહેરાત કરી. નાની દમણ સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આયોજિત ઍક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયાની હાજરીમાં ઍલેક્ઝાન્ડર થોમસને રાજ્ય રમતગમત સેલના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે મહેશ અગરિયાઍ જણાવ્યું હતું કે ભાજપ યુવા અને રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે. આ કાર્યક્રમમાં ભાજપ દમણ જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ સહિત પક્ષના પદાધિકારીઓ, કાર્યકરો અને રમતગમત જગત સાથે સંકળાયેલા લોકો હાજર રહ્ના હતાં.