Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

બીલીમોરા પાલિકામાં સ્વચ્છતા સર્વેક્ષણ, તંત્રની દોડધામ

બીલીમોરા પાલિકામાં સ્વચ્છતા સર્વેક્ષણ, તંત્રની દોડધામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૨ ઃ ગણદેવી, બીલીમોરા નગરપાલિકામાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમોઍ સર્વે હાથ ધર્યો હતો. જેને કારણે તંત્રમાં દોડધામ મચી હતી.

ભારત સરકારનાં સ્વચ્છતા સર્વેક્ષણ માં દેશભરનાં પાંચ હજારથી વધુ શહેરો વચ્ચે સ્પર્ધા થઈ રહી છે. ગત વર્ષે ૨૦૨૪-૨૫નાં દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ પરીણામોમાં બીલીમોરા-ગણદેવી નગરપાલિકા ઓઍ સ્વચ્છતામાં હરણફાળ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં ગણદેવી નગરપાલિકા (૨૦ હજારથી ઓછી વસ્તી ધરાવતી સીટીની કેટેગરીમાં રાજ્યમાં ૬૦માં અને દેશભરમાં ૨૮૩માં ક્રમે અને બીલીમોરા પાલિકાઍ (૫૦ હજારથી ૩ લાખ વસ્તી) કેટેગરીમાં રાજ્યમાં ૭૮માં અને દેશમાં ૧૭૪માં ક્રમે રહી હતી. આ સ્થાનોને ટકાવી રાખવાનાં કે ત્યાંથી હરણફાળ ભરવાના અનેક પડકારો વચ્ચે તંત્રમાં દોડધામ મચી છે. અત્રે ઉલ્લેખનીય છેકે સ્વચ્છતા સર્વેક્ષણ માટે કેટલાક મહત્વનાં માપદંડો છે. જેમાં સફાઈ કર્મચારીઓનું કલ્યાણ, કચરાનું સંકલન અને વિભાજન, સૂકો ભીનો કચરો, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, જાહેર શૌચાલય, પાણી, ડ્રેનેજ સિસ્ટમ, નાગરિકોની ભાગીદારી, ડંપિંગ સાઇટ જેવા સ્થળોની ચકાસણી હાથ ધરાઈ હતી. દિલ્હી ક્યુસીઆઈ(ક્વોલિટી કાઉન્સીલિંગ ઇન્ડિયા)ની ટીમ અને ગાંધીનગર નિર્મળ ગુજરાતની ટીમોઍ કામગીરી હાથ ધરી છે.