Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

પારડીના કેરી બજારમાં ભાવો ન મળતાં ખેડૂતો ફરી મુંઝવણમાં મુકાયા

પારડીના કેરી બજારમાં ભાવો ન મળતાં ખેડૂતો ફરી મુંઝવણમાં મુકાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૨ ઃ પારડી તાલુકામાં કેરીની સીઝન શરૂ થઇ ગઈ છે. ખેડૂતો દ્વારા કેરી બેડવાનું કાર્ય ચાલી રહ્નાં છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને માર્કેટિંગનો પ્રોબ્લેમને લઈ પોષણક્ષમ ભાવો મળી રહ્ના નથી. પારડી તાલુકાના પલસાણા ગામના નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈ તેઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે કેરીના પાક પર હવામાનની અનિડ્ઢિતાની ગંભીર અસર જોવા મળી છે. ચાલુ વર્ષે કેરીની સીઝન દરમિયાન વારંવાર બદલાતા હવામાન, ખાસ કરીને કમોસમી વરસાદ અને ઝાકળના કારણે આંબાના મોર અને નાના ફળને નુકસાન થયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ફૂગજન્ય રોગોનો વ્યાપ વધ્યો છે, જેનાથી ફળની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર પડી છે. પવન અને પ્રતિકૂળ તાપમાનને કારણે આંબા પરથી નાની કેરીઓ ખરી જવાની સમસ્યા પણ નોંધાઈ છે.  વધુમાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં સહકારી માળખું નથી, કોઈપણ ઍપીઍમસી માર્કેટમાં કેરીની હરાજી થતી નથી, વેપારીઓના સંગઠનના કારણે ખેડૂતોને જોઈતા ભાવો મળતા નથી. તેમજ વલસાડ જિલ્લાની હાફુસ કેરી જે દેશ-વિદેશમાં આલ્ફાનજો તરીકે પ્રખ્યાત છે. જે હાફુસ કેરીને હજી સુધી જીઆઇ ટેગ મળ્યો નથી, અને મહારાષ્ટ્રના ખેડૂતો જીઆઇ ટેગ મેળવી ચુક્યા છે. આ બાબતે સરકાર અને સ્થાનિક આગેવાનો ધ્યાન દોરે તેવી અપીલ કરી હતી. તો બીજી તરફ વેપારીઓ સંગઠિત થઈને કેરીના ભાવો નીચા લાવી રહ્ના છે. જેના કારણે ખેડૂતોને દવા, મજૂરીનો ખર્ચ મોંઘો પડે છે, ત્યારે આ બાબતે ધ્યાન દોરી ખેડૂતો ઍક સાથે મળી આ નિરાકરણ લાવવું જરૂરી બન્યું હોવાનું જણાવ્યું હતું. હાલ ચારથી પાંચ દિવસમાં કેરીની સીઝન પૂર જોશમાં શરૂ થવાની તૈયારીમાં છે.