ડુંગરામાં કાકાઍ સગીર ભત્રીજી સાથે અડપલા કર્યા
- byDamanganga Times
- 13 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ વાપીના ડુંગરામાં રહેતા ઍક પરિવારમાં સગા કાકાઍ તેની સગીર વયની ભત્રીજીને બોડી મસાજ માટે બોલાવી અડપલા કર્યાનો વિડીયો વાયરલ થતા ડુંગરા પોલીસે કાકાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતાં નવસારી સબજેલમાં ધકેલાયો.આધારભૂત સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા ઍક પરિવારના પુખ્ત વયના કાકાઍ તેની સગીર ભત્રીજી તેને બોડી મસાજ માટે ઘરમાં બોલાવી સગીરા સાથે અડપલા કર્યાનો વિડીયો કોઈકે ઉતારી વાયરલ કરી દેતા તાત્કાલિક સગીરાના પરિવાર દ્વારા ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની અટકાયત કરી પરિવારના સભ્યોનું નિવેદન નોંધી સગીરાનું પરીક્ષણ કરી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઝડપાયેલા આરોપીને આજે ડુંગરા પોલીસે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટના જજ દ્વારા આરોપીને નવસારી સબ જેલમાં મોકલાવવાનો આદેશ કરાયો છે.
જોકે આ ઘટનાને લઇ સમગ્ર વાપી અને ડુંગરા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
