Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડના સ્ટોરમાંથી ઍકસપાયરી ડેટનો જથ્થો ઝડપાયો

વલસાડના સ્ટોરમાંથી ઍકસપાયરી ડેટનો જથ્થો ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૨ ઃ  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફટી ઓફિસર દ્વારા વલસાડના ધોબી તળાવમાં આવેલી ‘શ્યામ પ્રોવિઝન સ્ટોર’માં આકસ્મિક તપાસ ઍક્સપાયરી ડેટ વાળી અલગ અલગ ૧૩ જેટલી  પ્રોડક્ટ્સ મળી આવી હતી.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વલસાડ શહેરમાં ખાધ્ય પદાર્થોનું વેચાણ કરતા ઍકમો પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં વલસાડના ફૂડ સેફટી ઓફિસર બી.કે. પટેલ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ઍક જાણીતા પ્રોવિઝન સ્ટોરમાંથી મોટી માત્રામાં ઍક્સપાયરી ડેટ વાળો ખાધ્ય સામગ્રીનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.? આજરોજ વલસાડ ફૂડ સેફટી ઓફિસર દ્વારા વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં આવેલી   ‘શ્યામ પ્રોવિઝન સ્ટોર’માં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે તેવો મુદત પૂરી થયેલો ૧૩ થી વધુ વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો.દરોડા દરમિયાન  ઍક્સપાયરી ડેટ વાળી પ્રોડક્ટ્સ મળી આવી હતી.  કેડબરી સેલિબ્રેશન પેક, પાર્લે મેજિક ગ્રીન ઍપલ અને ઈલાયચી ફલેવરના બિસ્કિટ,  બાદશાહ પનીર મસાલા, મટન મસાલા, સબ્જી મસાલા, અને શ્રીજી વૃંદાવન ઓરેગાનો મસાલા,  કિસાન ટોમેટો કેચપ, સુદીપ ચાઈના ટાઉન વિનેગર, ગ્રીન ચીલી સોસ અને સ્પ્રેઈટ લેમન લાઈમ કોલ્ડ્રિંક્સ, ટીટીઍન ઍક્કા કોડો મિલર અને શોહી ફિશ ઍન્ડ થીંગા મસાલા, ફૂડ સેફટી ઓફિસર દ્વારા સ્થળ પર જ આ તમામ ઍક્સપાયરી ડેટ વાળા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.