વલસાડ જિલ્લાની ૫૦ આશ્રમશાળામાં ૧૫૦થી વધુ કર્મચારીઅોમાં પગાર મુદ્દે રોષ
- byDamanganga Times
- 13 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૨ ઃ ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક ચાલતી વલસાડ જિલ્લામાં સંચાલિત આશ્રમશાળાઓના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓના પગારમાં છેલ્લા કેટલાક સમયથી સતત વિલંબ અને વિસંગતતાઓ સર્જાતાં કર્મચારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.
પ્રા માહિતી મુજબ વલસાડ જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ સંચાલિત કુલ ૫૦ આશ્રમશાળાઓ અને ૪ ઉચ્ચતર બુનિયાદી આશ્રમશાળાઓનો વહીવટ વર્ષ-૨૦૨૫થી જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરીના તાબા હેઠળ કરવામાં આવી રહ્ના છે.
પરંતુ વહીવટી વ્યવસ્થામાં સંકલનના અભાવ અને ગંભીર બેદરકારીના કારણે આશરે ચારસો જેટલા કર્મચારીઓના મહે ઍપ્રિલ-૨૦૨૬ના પગારમાં ભારે વિલંબ અને વિસંગતતાઓ ઉભી થતાં કર્મચારીઓ તથા તેમના પરિવારો વેકેશન સમયગાળા દરમિયાન આર્થિક સંકટમાં મુકાયા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સમયસર ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં, પ્રાયોજના કચેરીમાં પગાર બિલો પર સમયમર્યાદામાં જરૂરી સહીઓ કરાવવામાં સંબંધિત કર્મચારીઓ નિષ્ફળ રહ્ના હોવાના આક્ષેપો ઉઠ્યા છે.પરિણામે ટ્રેઝરી કચેરીમાં સમયસર બિલો રજૂ થઈ શક્યા ન હતા . આટલું ઓછું હોય તેમ ભારે વિલંબ બાદ બિલો ટ્રેઝરીમાં રજૂ કરવામાં આવ્યા, જેમાં ૯૬ પ્લાન હેઠળની શાળાઓના કર્મચારીઓનો પગાર તા. ૦૮/૦૫/૨૦૨૬ના રોજ જમા થયો હતો. જ્યારે ૯૩ નોન-પ્લાન તથા ૯૬ નોન-પ્લાનના ઍક બિલમાં જરૂરી સહીઓના અભાવે વાંધા ઉઠતાં આજદિન સુધી અનેક કર્મચારીઓનો પગાર બાકી રહ્ના હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર મામલે આદિજાતિ વિકાસ અધિકારી કચેરીમાં વર્ષોથી ફરજ બજાવતા કરાર આધારિત કેટલાક કર્મચારીઓ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની ફરિયાદો કર્મચારીઓમાં ઉઠવા પામી છે. કર્મચારીઓમાં ઍવી પણ ચર્ચા ચાલી રહી છે કે દર મહિને સમાન -કારની ગેરવ્યવસ્થા અને બેદરકારીના કારણે પગાર મુદ્દો વિવાદાસ્પદ બની રહ્ના છે, છતાં જવાબદારી નક્કી થતી નથી.
ત્યારે જિલ્લા પ્રાયોજના અધિકારી તથા આદિજાતિ વિકાસ અધિકારી દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી, જવાબદાર કર્મચારીઓ સામે કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં કર્મચારીઓને સમયસર અને વિસંગતતામુક્ત પગાર ચુકવાય તેવી માંગ ઉગ્ર બની રહી છે.
