Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ખેરગામમાંથી બોલેરો કેમ્પર ગાડી ચોરાઈ

ખેરગામમાંથી બોલેરો કેમ્પર ગાડી ચોરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૧૨ ઃ ખેરગામ દશેરા ટેકરી ખાતે થી ઍક બોલેરો કેમ્પર ગાડી કિંમત રૂપિયા બાર લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ ખેરગામ પોલીસ મથકે નોંધાવા પામી છે.

ખેરગામ નવા વલસાડ રોડ ખેરગામ ચાર રસ્તા થી દશેરા ટેકરી તરફ જતા રોડ ઉપર સૈયદ ઈબ્રાહીમ તાઇના મકાનના આગળ રોડ ઉપર પાર્ક કરેલી દિલીપ ક્રિષ્નરામ ચૌધરી ઉ.વ. ૨૭ જેની બોલેરો કેમ્પર ગાડી નંબર આરજે ૨૧ જીઍફ ૩૬૯૪ કિંમત રૂપિયા ૧૨,૦૦,૦૦૦ જે રામ સુજીત ઉર્ફે અજીત યાદવ રહે ગોરખપુર ઉત્તર -દેશ જેના પુરા નામ સરનામાની ખબર નથી જે ફરાના ક્રેન ઉપર ડ્રાઇવર તરીકે કામ કરતો હોય ત્યારે દિલીપ ચૌધરીના ઘરે બોલેરો કેમ્પરની ચાવી મૂકી હતી જે ગુનાહિત કાવતરું રચી બોલેરો કેમ્પરની ચાવી કોઈને કહ્નાં વગર ચોરી કરી બોલેરો કેમ્પર ગાડી લઈને ભાગી જતા બનાવ અંગેની ફરિયાદ દિલીપ ચૌધરીઍ ખેરગામ પોલીસ મથકે નોંધાવી છે. બનાવની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના પીઍસઆઇ ઍચ.ઍસ પટેલ કરી રહ્ના છે.