ઉમરગામમાં સગીરાની હત્યા કરનાર આરોપીની જામીનર અરજી નામંજુર
- byDamanganga Times
- 13 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ ઉમરગામમાં સગીરા ને પોતાની સાથે વાતચીત ન કરતી હોવાનું માને રસ્તામાં રોકી ચપ્પુ અને છરા વડે હુમલો કરી હત્યા કરનાર આરોપી ની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.
પ્રા વિગત મુજબ વર્ષ ૨૦૨૨ માં ઉમરગામ તાલુકાના દહાડ મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતી ઍક ૧૭ વર્ષની સગીરા ઉપર તેમના જ જૂના મિત્ર પંકજ યોગેન્દ્ર પાસવાન દ્વારા રોકી ચપ્પુ વડે હુમલો કરી પેટમાં તેમજ ગંભીર અવસ્થામાં ગયેલ હોવા છતાં તેના અન્ય મિત્રોઍ સગીરાને પકડી રાખી અને છરી તથા છરા વડે ગળું કાપી હત્યા કરી નાખવામાં આવી હતી. જે ઘટનામાં મરનારના પિતા દ્વારા ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે મુખ્ય આરોપી પંકજ યોગેશ પાસવાનની અટકાયત કરી કોર્ટમાં ચાર સીટ રજૂ કરવામાં આવી હતી.
જે વાત આરોપીઍ જામીન મેળવવા માટે વાપી કોર્ટના ઍડિશનલ સેશન જજ પુષ્પા શેનીની કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જે અંગે ડીજીપી અનિલ ત્રિપાઠીની ધારદાર રજૂઆત અને પુરાવાઓ રજૂ કરવામાં આવતા વાપી કોર્ટના ઍડિશનલ સેશન જજ પુષ્પા સૈનિક દ્વારા આરોપી પંકજ યોગેન્દ્ર પાસવાનની રેગ્યુલર જામી નથી નામંજૂર કરવાનો હુકમ કરાયો છે.
