Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

સેલવાસમાં ધો. ૧૦માં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

સેલવાસમાં ધો. ૧૦માં શ્રેષ્ઠ પરિણામ લાવનાર  વિદ્યાર્થીઓનું સન્માન કરાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૧ ઃ વારલી સમાજ સંગઠનની ટીમ દ્વારા દુધની હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ની પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ટીમે પ્રથમ ક્રમે આવેલા ગુનસા ગામની કુમારી રુનાલીબેન રણછોડભાઈ માઢાની મુલાકાત લઈ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. રુનાલીબેને પરીક્ષામાં ૮૮.૮૩ ટકા ગુણ પ્રા કર્યા હતા. આ ઉપરાંત બીજા ક્રમે રહેલા ખેરારબારી ગામના રણવીર ધીરેશ ભુરકુડ, જેમણે ૮૬.૧૭ ટકા ગુણ મેળવ્યા હતા, તેમજ ત્રીજા ક્રમે આવેલા દુધની ગામના વિપુલ બાલુ પટારાને, જેમણે ૮૧.૫૦ ટકા ગુણ પ્રા કર્યા હતા, તેમને પણ અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંગઠનની ટીમે વિદ્યાર્થીઓની મહેનતની પ્રશંસા કરી હતી તેમજ શિક્ષકો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ટીમે જણાવ્યું હતું કે શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને વાલીઓના સહકારથી વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ પ્રા કરી શક્યા છે. સંગઠનના પ્રતિનિધિઓઍ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ સતત મહેનત કરી સમાજ અને વિસ્તારનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી.ટીમે તમામ સફળ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે શિક્ષણ સમાજના વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન છે તેમજ વિદ્યાર્થીઓની સફળતા સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે.