Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

બગવાડામાં જૈન સમાજના યુવાનોની ચિંતન શિબિર યોજાઈ

બગવાડામાં જૈન સમાજના યુવાનોની ચિંતન શિબિર યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૧ ઃ  દેશ-પરદેશમાં ફેલાયેલા ઍલ.વી.જે.ઍસ.ટી. ટીમના મેમ્બરોની બે દિવસીય ચિંતન શિબિર - પ્રશિક્ષણ ને સર્વેક્ષણ ના મહત્વપૂર્ણ ઉદ્દેશને લઈ અભૂતપૂર્વ સફળતા સાથે આજે ગચ્છાધિપતિ શ્રદ્ધેય  આ. ભ. શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં સંપન્ન થઈ હતી. વિદ્વાન આચાર્ય ભાગ્યયશસૂરીજી, પૂ. આ.  હ્લીંકારયશ સુ. મ,. પ્રબુદ્ધમુનિ તીર્થયશ વિ.મ. ના ધારદારને માર્મિક મુદ્દાઓ દેશની સંસ્કૃતિની રક્ષા સાથે જૈન પરંપરાના અખંડ અને પુરાતન સનાતન વારસા જેવા પ્રત-પ્રતિમા-શિલાલેખોને સ્થાપત્યોની સુરક્ષાના ઉપાયો માર્ગદર્શનને સાથે મહત્વ સમજાવ્યા હતા જેનાથી ઉમટેલી યુવા આલમે જોશ-હોશને કંઈક કરી છૂટવાના દૃઢ સંકલ્પો કર્યા હતા સાથે ગાઈડન્સ આપી હતી. સમસ્ત મહાજનના પ્રમુખ  ગિરીશભાઈ મહાજનને દેશના ઉદ્યોગપતિ  પ્રવીણભાઈ જૈન ને વક્તા  હાર્દિકભાઈ તથા અન્ય યુવાનોઍ કેપ્ટન તેજશભાઈઍ પોતાની સ્પીચ થી સૌની ચેતનાને ઢંઢોળી દીધી હતી. 

સંસ્થાના મેમ્બરો જ્યારે ગ્રુપીંગ શરૂ થાય ત્યારે સંસ્થાનો મૃત્યુઘંટ વાગવાનો સમય આવે. સંસ્થામાં ભેદ પાડવાનું પાપ કરવા કરતા ઘર ભેગા થઈ જવું પુણ્યનું કામ છે. અનુશાસન ન હોય ત્યાં શાસન ન હોય. શાસન સેવા-અનુશાસનમાં રહીને જ કરવી અંકુશ વગરનો હાથી ને અનુશાસન વગરનો સાથી જોખમી છે. 

ભવિષ્યમાં જૈન શાસનમાં અનેક સુરક્ષાની સિદ્ધિ ને પ્રા કરવાની આ ટીમના નવા આયોજનના વિચાર વિમર્શ થયા હતા.