Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ઉદવાડા અને પારડીમાં માતૃવંદન કાર્યક્રમ યોજાયો

ઉદવાડા અને પારડીમાં માતૃવંદન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૧ ઃ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા કીલ્લા પારડી અને ઉદવાડા ખાતે ૯ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે સ્ટાર સાઇનિંગ સમર કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 

કેમ્પ દરમ્યાન માતૃવંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દરેક બાળકો ની માતાઓ હાજર રહી હતી, વિવિધ પ્રવૃતિ દ્વારા મા નું મહત્વ સમજાવાનો  લાગણીસભર પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે દરેક બાળક અને મા ની આંખો પ્રેમ થી ભીની થઇ ગઇ હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ આધુનિક યુગમાં બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો. કીલ્લા પારડી સેન્ટરના સંચાલિકા રાજયોગિની  બ્રહ્માકુમારી પારુલબહેને અને મિનલ બેને જણાવ્યું કે, આજના બાળકો સ્કેટિંગ, સાઇકલિંગ કરે છે, પેઇન્ટિંગ અને સંગીત જેવા વિવિધ ક્ષેત્રોમાં કુશળ છે, પરંતુ આધ્યાત્મિકતા અને મૂલ્યોના સિંચન વિના આપણું ભાવિ પેઢી અંદરથી ખોખલી અને વ્યથિત બની રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વ્યક્તિ જ્ઞાનથી નહીં, પૈસાથી કે હોદ્દાથી નહીં, પરંતુ મૂલ્યોથી મહાન બને છે. આ વિશેષ સમર કેમ્પમાં બાળકો માટે મૂલ્ય આધારિત રમત, ચિત્ર સ્પર્ધા, માતૃ વંદના અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પ્રામાણિકતા, સ્નેહતા, ઈમાનદારી, ધીરજ અને શાંતિ જેવા સુંદર મૂલ્યો તરફ દોરવામાં આવ્યા હતા.