Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં નામ પૂરતી શહેરી બસ સેવા ઃ સુવિધાના દાવા વચ્ચે નાગરિકો હેરાન

વલસાડમાં નામ પૂરતી શહેરી બસ સેવા ઃ  સુવિધાના દાવા વચ્ચે નાગરિકો હેરાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિઁ)

ખેરગામ, તા. ૧૧ ઃ રાજ્યની કેટલીક પાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અમલી બનાવતા બસ સેવાને કારણે શહેરી વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને પ્રદૂષણમાં ઘટાડો થતાં પર્યાવરણને ફાયદો થશે ના બહુ ઉદ્દેશ સાથે વાપી, વલસાડ, નવસારીમાં પણ આ યોજના હાલ કાર્યરત છે પરંતુ તે શહેરીજનભોગી બની નથી. શહેરના ઘણા ભાગોમાં આ બસ સેવા પહોંચી નથી. જેથી શહેરીજનોઍ ફરજિયાત દ્વિચક્રી વસાવી તેના દ્વારા પોતાના કામ ધંધો સંભાળવો પડે છે. શહેરની સીમા વિસ્તારમાં બસ સેવા દોડાવવાના બદલે અન્ય ગામો સુધી પણ દોડાવવામાં આવી રહી છે જેનાથી શહેરી વિસ્તાર વંચિત રહી જાય છે.  બસ સેવા રીક્ષા વિગેરેનો પર્યાય બની શકી નથી. શહેરી નાગરિકોની રોજિંદી મુસાફરીને વધુ સુવિધાયુક્ત અને સમયબદ્ધ બનાવવાનો સરકારનો મુખ્ય લક્ષ્યાંક સિદ્ઘ કરવામાં આ યોજના વિફળ રહી છે. 

સુરત મનપામા શહેરી બસ સેવા શરૂ કરતા પહેલા સેકડો બસ સ્ટેન્ડમાં ભરપૂર નાણા ખર્ચાયા હતા કે જે વિસ્તારમાં સ્ટેન્ડ છે પણ હજુય બસ દોડતી નથી, જ્યારે વલસાડ વિ.માં દોડતી શહેરી બસ સેવાના સ્ટોપેજ-સમય પત્રક રૂટની માહિતી સ્ટેન્ડસુચક પાટીયા જ નથી.  કલ્યાણ બાગ સામેની ખુલ્લી થયેલી જગાના ર્પાકિંગના થોડા ભાગમાં બસ સ્ટેન્ડ બનાવેલું છે જ્યાં ઍકમાત્ર તૈયાર કેબિન મૂકેલી છે જેના પર નામ માહિતી પ્લેટફોર્મ વિ. પણ નથી. 

હાલમાં વલસાડના સંસદ સભ્યના અનુદાનથી ઍકાદ ડઝન બેસી કે રાહ જોઈ શકે તેવું શહેરી બસ સ્ટેન્ડ નું નિર્માણ થયું છે, જેમાં પણ  માત્ર -બસ સ્ટેન્ડ- લખાયું છે બસ સેવાની વિગતો નથી. શહેરીબસની સેવાઓની કોઈ માહિતી નથી. લખાણમાં સાંસદ અથવા સંસદ સભ્ય શબ્દ હોવાના બદલે ભેળસેળ થયેલી છે. પીપળાના ઝાડે ફાટેલુ સમય પત્રક લટકે છે.  સ્ટેન્ડ પાસે અન્ય જગ્યાઍ ફૂટપાથ પણ બનાવેલી નથી, ધરમપુર માર્ગે રેલવેની દીવાલને લાગુ જે રેલિંગ બની છે તેમાં માત્ર દબાણો થયા છે રાહદારી ચાલી શકે ઍવી સ્થિતિ જ નથી. જાહેરાતના  ર્હોડિંગ્સ કાઢી નાખી  ભરચક વિસ્તારમાં ફૂટપાથ બનાવવી જરૂરી છે જેથી સલામત અવરજવર કરી શકાય. મહાનગરપાલિકાની ખેવના કરતા વલસાડ શાસકો નાગરિકોને સારી સુવિધા તો પૂરી પાડે  તે સમયની માંગ છે.