Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઅોનું સન્માન કરાશે

વલસાડમાં પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઅોનું સન્માન કરાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ રણભૂમિ તેમજ નવચેતન ધોડિયા સમાજ, વલસાડ દ્વારા આયોજિત વલસાડ જિલ્લાના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ  નવચેતન ધોડિયા સમાજ હોલ વલસાડમાં ૧૭  મી ઍ યોજાશે.

વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે અને સાચી દિશામાં પ્રગતિ કરે તે માટે સુંદર સેમિનાર અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે રણભૂમિ તેમજ ૅનવચેતન ધોડિયા સમાજ, વલસાડૅ દ્વારા આયોજિત વલસાડ જિલ્લાના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ વલસાડના અટકપારડી નવચેતન ધોડિયા સમાજ હોલ ૧૭મીઍ સવારે ૧૦ઃ૦૦ કલાકે સન્માન સમારોહ યોજાશે. સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માંથી જરૂરિયાત મંદ વિદ્યાર્થીને જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવશે. મેસેજ મળ્યેથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં પાસ થયેલ વિદ્યાર્થીઓને મોકલશોજી તેમજ સૌ વિદ્યાર્થીઓને સેમિનાર તેમજ સન્માન સમારોહમાં ભાગ લેવા માટે નિમંત્રણ પઠાવામાં આવ્યું છે.