Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ભદેલી જગાલાલામાં શાળાના બાંધકામ અને મેદાન માટે જમીન ફાળવણી

ભદેલી જગાલાલામાં શાળાના બાંધકામ અને મેદાન માટે જમીન ફાળવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામે શૈક્ષણિક હેતુ માટે જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામની બ્લોક નં. ૧૭૯૭ વાળી જમીનમાંથી નિડ્ઢિત હિસ્સો શાળા અને રમતગમતના મેદાન માટે   ઍક રૂપિયો ટોકન ભાડા પેટે ૩૦ વર્ષ ની લીઝ પર આશરે ૧૪.૨૭ લાખ રૂપિયા માફીની રકમ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામે શૈક્ષણિક હેતુ માટે જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીના આદેશ અનુસાર, ગામની બ્લોક નં. ૧૭૯૭ વાળી જમીનમાંથી નિડ્ઢિત હિસ્સો શાળા અને રમતગમતના મેદાન માટે ફાળવવામાં આવ્યો છે.

શ્રી હિંગરાજ કેળવણી મંડળ ટ્રસ્ટ, ભદેલી જગાલાલા ?શાળાના બાંધકામ માટેં ૪૭૯ ચો.મી. જમીન ?રમતગમતના મેદાન માટે ૫૧૬૪ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. આ જમીન વાર્ષિક રૂ.૧ના ટોકન ભાડા પેટે ૩૦ વર્ષની લીઝ પર આપવામાં આવી છે. આ જમીન પરની મહેસૂલ માફી અને કિંમત માફીની કુલ રકમ અંદાજે રૂ. ૧૪,૨૭,૬૭૯ જેટલી થાય છે. કલેક્ટર વલસાડ દ્વારા જમીન ફાળવણી સાથે કેટલીક મહત્વની શરતો પણ મૂકવામાં આવી છે. જમીનનો કબજો મળ્યાના ૬ માસમાં કામ શરૂ કરી, ૨ વર્ષની અંદર બાંધકામ અને મેદાનનું લેવલિંગ પૂરું કરવાનું રહેશે. જો નિયત સમયમાં કામ નહીં થાય તો જમીન સરકાર પરત લઈ લેશે.આ શાળા અને મેદાન કોઈપણ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના તમામ માટે ખુલ્લા રાખવાના રહેશે.

મંજૂરી વગર ફેરફાર નહીંં બાંધકામના નકશા કલેક્ટર પાસે મંજૂર કરાવવા પડશે અને મંજૂરી વિના તેમાં કોઈ વધારો કે ઘટાડો કરી શકાશે નહીં.જમીન પરનો સર્વોપરી હક રાજ્ય સરકારનો જ રહેશે.આ ફાળવણીથી સ્થાનિક વિસ્તારના વિદ્યાર્થીઓને રમતગમત અને શિક્ષણની આધુનિક સુવિધાઓ પ્રા થશે, જે લાંબાગાળે ગ્રામીણ શિક્ષણના સ્તરમાં સુધારો લાવશે.