વલસાડમાં કપડા-મીઠાઈનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 12 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ ઓમકારેશ્વર મહાદેવ મંદિર તેમજ નિઃશુલ્ક ઍમ્બ્યુલન્સ સેવાના વહીવટ કરતા ના લગ્ન દિવસ તેમજ તેમના દીકરાના જન્મદિવસ નિમિત્તે વલસાડ નગરપાલિકા સફાઈ કર્મચારીઓને કપડાં અને મીઠાઈ નાસ્તો વિતરણ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
વલસાડના ઘડુચી તળાવ પાસે શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિર નું વહીવટ સંજય શાહ ઉર્ફે સંજય સ્ટીલ કરે છે. સંજય સ્ટીલ દ્વારા ગણપતિ વિસર્જન દરમિયાન ભક્તો માટે નિંશુલ્ક વડાપાઉં પાણી અલ્પાહાર ની વ્યવસ્થા દર વર્ષે કરે છે તેમજ લગ્ન દિવસોનેજન્મદિવસની ધરમપુર કપરાડાના વિસ્તારમાં આદિવાસીઓ સાથે ઉજવણી કરે છે. આ ઉપરાંત તેઓ અન્ય તહેવારની પણ ઉજવણી કરે છે અને નિઃશુલ્ક ઍમ્બ્યુલન્સ સેવા આપે છે.
ઓમકારેશ્વર મહાદેવ મંદિર અને ઍમ્બ્યુલન્સ સેવાના વહીવટ કર્તા સંજય સ્ટીલના લગ્નને ૩૭ વર્ષ પૂરા થયા અને ઍમના દીકરા આયુષ સંજય શાહનો જન્મદિવસ હોવાથી તેમણે વલસાડ નગરપાલિકામાં સફાઈ કર્મચારી ની સાથે ઉજવણીના ભાગરૂપે તેમણે કપડાં તેમજ મીઠાઈ નાસ્તા વિતરણ સાથે ઉજવણી કરી હતી.
