અતુલ ફાઉન્ડેશન અને આરઍનસી હોસ્પિટલના ઉપક્રમે આઈ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 12 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અતુલ વલસાડ આર.ઍન.સી ફ્રી હોસ્પિટલ તેમજ વલસાડ અને જિલ્લા માનવ અધિકાર સુરક્ષા સંગઠન દ્વારા ખતલવાડા ગામે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવતા ૩૦૦ જેટલા જરૂરિયાતમંદ લોકોઍ તેનો લાભ લીધો હતો.
વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ - અતુલ, આર.ઍન.સી. ફ્રી આઈ હોસ્પીટલ - વલસાડ અને જિલ્લા માનવ અધિકાર સુરક્ષા સંગઠન ટીમના સહયોગથી ઉમરગામ તાલુકાના ખતલવાડામાં આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્રયજ્ઞમાં ૩૦૦ જેટલા જરૂરિયાતમંદ લોકો ઍ લાભ લીધો હતો. જરૂરિયાત મુજબ લાભાર્થીઓને મફત ચશ્મા આપવામાં આવ્યા હતાં. તેમજ તપાસ દરમ્યાન મોતિયાના ઓપરેશન માટે પણ દર્દીઓને તૈયાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ પ્રવિણાબેન પટેલ, મહામંત્રી મનીષાબેન પ્રિતમનાની, ઉપપ્રમુખ ભાવનાબેન ગુા, નીલમબેન તોમર, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડો. નિરવભાઈ શાહ, જિલ્લા પંચાયત સભ્ય ભાવિનીબેન, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુરીબેન બારીયા, મંત્રી ભાવનાબેન કારુલકર, કોર્પોરેટર વાસંતીબેન પટેલ, સરપંચ સુરેન્દ્રભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતાં. જિલ્લા પંચાયત સભ્ય ભાવનાબેન ગુા અને તેમની ટીમે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
