Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વલસાડમાં ગૌ સન્માન અભિયાન હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડમાં ગૌ  સન્માન અભિયાન હેઠળ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ સમગ્ર ગુજરાતમાં દેશી ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધન માટે ચાલી રહેલા ગો સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત આજે વલસાડ ખાતે જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઍક વિસ્તૃત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં ગાયને ઁરાજ્ય માતા જાહેર કરવા અને ગૌ-આધારિત અર્થવ્યવસ્થાને મજબૂત કરવા જેવી આઠ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે.આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત હંમેશા ગો-પ્રતિપાલક ભૂમિ રહી છે, પરંતુ વર્તમાન સમયમાં પ્લાસ્ટિક, અકસ્માત અને તસ્કરીના કારણે ગૌવંશની સ્થિતિ ચિંતાજનક બની છે. 

 રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર દર ૫૦-૧૦૦ કિમીઍ ગો-વાહિનીઁ ઍમ્બ્યુલન્સ અને ટ્રોમા સેન્ટર શરૂ કરવા જેથી અકસ્માતગ્રસ્ત ગૌવંશને તાત્કાલિક સારવાર મળી રહે, ગામડાઓમાં ગૌચરની જમીનો પરથી અતિક્રમણ દૂર કરી ગૌચર વિકાસ બોર્ડ હેઠળ સુરક્ષિત કરવામાં આવે, ગો સન્માન આહ્વાન અભિયાન દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે ગૌવંશ ઍ માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર નથી પરંતુ ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે. આ અભિયાનને સંત સમાજ, ગૌ સેવકો અને જાગૃત નાગરિકોનું બહોળું સમર્થન મળી રહ્નાં છે.