Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કેરી બજારમાં ભાવ તૂટતાં પડતા ઘડોઈમાં ખેડૂતો ચિંતામાં

કેરી બજારમાં ભાવ તૂટતાં પડતા ઘડોઈમાં ખેડૂતો ચિંતામાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ તાલુકાના ઘડોઈ ગામમાં આ વર્ષે કેરીના પાક પર કુદરતી અને બજારની અનેક મુશ્કેલીઓ ઍકસાથે તૂટી પડતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. બદલાતા વાતાવરણ અને વરસાદી અસરને કારણે કેરીના ફૂલ અને નાના ફળો ખરવા લાગ્યા હતાં, જેના કારણે ઉત્પાદન પર સીધી અસર જોવા મળી છે.

વલસાડ તાલુકાના ઘડોઈ ગામમાં આ વર્ષે કેરીના પાક પર કુદરતી અને બજારની અનેક મુશ્કેલીઓ ઍકસાથે તૂટી પડતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. હોળી અને મહાશિવરાત્રી દરમિયાન પડેલા માવઠાના કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. સતત બદલાતા વાતાવરણ અને વરસાદી અસરને કારણે કેરીના ફૂલ અને નાના ફળો ખરવા લાગ્યા હતાં, જેના કારણે ઉત્પાદન પર સીધી અસર જોવા મળી છે.

ખેડૂતોઍ જણાવ્યું કે માવઠા બાદ કેરીના પાકમાં માખીનો ઉપદ્રવ પણ વધ્યો હતો. પાકને બચાવવા માટે ખેડૂતોને દવાઓ અને જંતુનાશકો પાછળ વધારાનો ખર્ચ કરવો પડ્યો હતો. હવે ઉનાળાની કડક ગરમીના કારણે પણ કેરીના પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર નકારાત્મક અસર જોવા મળી રહી છે.

ઍક તરફ કુદરતી માર અને બીજી તરફ બજારમાં ભાવમાં ભારે ઉતાર-ચઢાવને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે ઇમ્પોર્ટ-ઍક્સપોર્ટ વ્યવસ્થા પર અસર થતાં કેરીના વેપારમાં પણ અનિડ્ઢિતતા સર્જાઈ છે. બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ઘડોઈ ગામના ખેડૂતો સરકાર પાસે સહાય, પાક વીમા અને યોગ્ય ભાવની માંગ કરી રહ્ના છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સહાય નહીં મળે તો આગામી સીઝનમાં ખેતી ચાલુ રાખવી પણ મુશ્કેલ બની શકે છે.