Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

કુંતા અને વટારના ૬૫૦૦ વીજગ્રાહકોને હવે ઉદવાડા સુધી લંબાવવા નહીં પડે

કુંતા અને વટારના  ૬૫૦૦ વીજગ્રાહકોને હવે ઉદવાડા સુધી લંબાવવા નહીં પડે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૧ ઃ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વાપી પડ્ઢિમ સબ ડિવિઝનમાં મોરાય કુંતા અને વટાર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનાથી આ ત્રણ ગામના ૬,૫૦૦ ગ્રાહકો ને હવે વીજ કંપનીને લાગતા પ્રશ્નો અંગે ઉદવાડા સુધી લંબાવવા નહીં પડે.  સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઍમડી અને કમિશનરના માર્ગદર્શન વાપી વેસ્ટ ડિવિઝનના નાયબ કાર્યપાલક વી વી પટેલ અને તેમની ટીમે વાપી મહાનગર પાલિકામાં સમાવિષ્ઠ મોરાઇ, કુંતા અને વટાર વિસ્તારના ૬૫૦૦  રહેણાંક, ધંધાદારી અને ઔદ્યોગિક વીજ જોડાણ ધરાવતા ગ્રાહકોને ઝડપથી સારી વીજ સપ્લાય સહિતની સુવિધા મળી રહે તે માટે આ ત્રણેય વિસ્તારને વાપી પડ્ઢિમ સબ ડિવિઝનમાં સમાવી દીધા છે. અત્યાર સુધી આ ત્રણેય વિસ્તારના ગ્રાહકોને વીજ સંબંધિત પ્રશ્નો કે કામોના નિકાલ માટે ઉદવાડા સુધી લંબાવવા પડતું હતું જેમાંથી હવે છુટકારો મળશે. અને ડીજીવીસીઍલ વાપી વેસ્ટ સબ ડિવિઝનની ચલા કચેરીથી તમામ પ્રશ્નોનો નિકાલ થઈ જશે.