Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી સોનોરસના ૧૧માં માળે અોફિસના તાળા તૂટયાં

વાપી સોનોરસના ૧૧માં માળે અોફિસના તાળા તૂટયાં


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૧ ઃ વાપીના મહાત્મા ગાંધી ચોક ઉપર આવેલ સોનો રસ બિલ્ડીંગના ૧૧ માં માળે બંધ ઓફિસના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાતા ઓફિસ સંચાલકો અને વેપારીઓમાં ભરે ગભરાટ ફેલાયો છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના મહાત્મા ગાંધી સર્કલ પાસે આવેલ સોનારસ બિલ્ડિંગમાં ગઈકાલે બપોરે બે થી ચાર કલાક દરમિયાન ઍક અજાણ્યા ચોર ઈસમે બિલ્ડીંગમાં પ્રવેશ કરી ૧૧ માં મારે આવેલી ઍક ઓફિસનું તાળું તોડી ઓફિસમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે જો ચોર ઈસમે ઓફિસમાં રહેલા લેપટોપ મોબાઈલ ફોન રોકડ કે અન્ય કોઈ ચીજ વસ્તુની ચોરી કરી ન હતી પરંતુ ઓફિસમાં બે કલાક સુધી રહી ઓફિસમાંથી શું લઈ જવાયો જે અંગે પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ કરી રહી છે.