Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી બજારમાં કેરી ખરીવા જતાં ગ્રાહકનો મોબાઈલ ચોરાયો

વાપી બજારમાં કેરી ખરીવા જતાં ગ્રાહકનો મોબાઈલ ચોરાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૧ ઃ વાપીના મુખ્ય બજારમાં વહેલી સવારમાં કેરી ખરીદી કરવા આવેલા યુવાન કેરી ખરીદતો રહ્ના અને પાછળથી આવેલા ઍક ચોર ઈસમે તેનો મોબાઇલ ફોન ખેંચી ફરાર થઈ ગયા ની ઘટના બની છે આધાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારમાં લગભગ ૭ઃ૩૦ કલાકે વાપીના કચીગામ રોડ ઉપર આવેલ સિદ્ધશીલા હાઉસમાં રહેતા મૃગેશ નરેશભાઈ શાહ વાપીના મુખ્ય બજારમાં શાકભાજી અને કેરી ખરીદવા માટે ગયો હતો તે દરમિયાન મુખ્ય બજારમાં આવેલ ઉમા લેબોટરીની સામેના માર્ગ ઉપર કેરીનું વેચાણ કરતી ઍક મહિલા પાસેથી તેઓ કેરી ખરીદી રહ્ના હતા.

તે દરમિયાન પાછળથી આવેલા ઍક ચોર ઈસમે મૃગેશ શાહના પાછળના ખિસ્સામા રાખવામાં આવેલ  કંપનીનો ૨૩,૦૦૦ નો મોબાઈલ ફોન ખેંચી ગયાની ઘટના બનતા તાત્કાલિક તેવો વાપી ટાઉન પોલીસ મથકમાં પહોંચી અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ કરી છે. ઘટનાના પગલે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળની આજુબાજુ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ના ફૂટે ચેક કરી જો ઈસમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.