કરવડમાં વેપારીને લૂંટનાર ૩ આરોપી ઝડપાયા
- byDamanganga Times
- 12 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપીના કરવડ ખાતે આવેલ પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાંથી પસાર થતાં વેપારીને ચાલુ મોપેટે લાકડાનો ફટકો મારી જમીન પર પાડી દઈ ગંભીર ઈજા પહોંચાડી ૧.૫૦ લાખની લૂંટ ની ઘટના બનવા પામી હતી જે અંગે તાત્કાલિક જિલ્લા પોલીસવાળા અને ઍલસીબી પોલીસ વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજો તેમજ ટેકનીકલ ઍનાલિસિસ ના આધારે વર્ક આઉટ કરતા તેમજ પીઍસઆઇ જે જી પરમાર અને પીઍસઆઇ જે બી ધનેશાને બાટલી મળી હતી તેના આધારે આ ગુનામાં સામેલ જાહિદઉફે ભુરીયા મોહમ્મદ ફકીર મીર, અનવર રફી મોહમ્મદ રફી અબ્દુલ્લા ભટ્ટ અને અમાન ઉંલ્લા ઉફે કેફ રોજન અલી ત્રણેય રહે કથુવા જમ્મુ કાશ્મીર નાઓને ઝડપી પાડી તેમની પાસેથી લૂંટ કરવામાં આવેલા રોકડ સાથે ઝડપી પાડી ડુંગરા પોલીસ ખાતે સોપાયા છે ઝડપાયેલા આરોપી પૈકી અનવર રફી અગાઉ પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ઍક ગોડાઉન ખાતે કામ કરતો હતો અને વિમલ પાન મસાલા નું હોલસેલ વેચાણ કરવામાં આવતું હોય જેથી અહીં રોકડ રૂપિયા ખૂબ જ વધુ પ્રમાણમાં રોજે રોજ આવતા હોય જે અંગેની તેમના મિત્રોને કરી લૂંટ કરવાની યોજના બનાવી હતી અને વેપારી રોકડ રૂપિયા લઈને ગોડાઉન પર થી નીકળે ઍટલે રસ્તામાં તેને પકડી લૂંટી લેવાનું યોજના પણ બનાવી હતી જ્યારે જાહીદ ઉફે ભૂરીયો લોડીંગ અનલોદીંગનું કામ અહીં કરે છે અને તેમણે વેપારી ઉપર વોચ રાખી રેકી કરી હતી અન્ય લુતા રહો ૧૫ દિવસ પહેલા જ જમ્મુ કશ્મીરથી વાપી આવી રોકાયા હતા. પોલીસે વેપારીના લૂંટાયેલા રૂપિયા ૧,૫૦,૦૦૦ રોકડા તેમજ ઝડપાયેલા આરોપીના અંગ જડતી માંથી ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી ઉલ્લેખ ૧.૭૦ લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે. આમ વાપી કરવડ માં રાત્રિ દરમિયાન થયેલી લૂંટનો ઉકેલ ગણતરીના દિવસોમાં કરાયો છે.
