Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

સેલવાસની પંચાયતોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

સેલવાસની પંચાયતોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૧ ઃ દાદરા અને નગર હવેલીની વિવિધ ગ્રામ પંચાયતોમાં સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અને ઉદ્ઘાટનના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રસંગે શિવ મંદિરોમાં મહાપૂજા, કલશ યાત્રા તેમજ સમૂહ ધાર્મિક કાર્યક્રમો યોજાતા સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલા પ્રેસનોટ મુજબ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન અને પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પંચાયત વિભાગની દેખરેખ હેઠળ તમામ ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, જનપ્રતિનિધિઓ અને સ્વસહાય જૂથોની મહિલાઓ જોડાઈ હતી. સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, વોર્ડ સભ્યો, પંચાયત સચિવો અને અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્ના હતા. મહિલાઓઍ પરંપરાગત વેશભૂષામાં કલશ યાત્રા કાઢતા ધાર્મિક માહોલ સર્જાયો હતો. વિવિધ જાહેર સ્થળોઍ ઍલઇડી સ્ક્રીન દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોઍ સોમનાથ મંદિરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે માહિતી મેળવી હતી. પ્રશાસને જણાવ્યું હતું કે તમામ ગ્રામ પંચાયતોમાં જનભાગીદારી સાથે આ ઐતિહાસિક પ્રસંગની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.