કપરાડામાં ગૌરક્ષકોની અભ્યાસક્રમમાં ગૌવિજ્ઞાન - ગૌચર જમીનોના સંરક્ષણ નીતિ ઘટવા માંગ
- byDamanganga Times
- 11 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૮ ઃ દેશભરમાં ગૌહત્યા અને કતલખાના અંગે અનેક વાર ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ગૌરક્ષકો અને જીવદયા પ્રેમી લોકો જીવન જોખમે પણ ગૌરક્ષા માટે પ્રયત્નશીલ રહે છે. આજે ગરમી વિસ્તાર માં પણ ગાય વગરે મૂંગા પશુઓની તસ્કરીના કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે. ગૌહત્યા પર પ્રતિબંધ હોવા છતાં કતલખાના ધમધમતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે કપરાડા - નાનાપોંઢા તાલુકામાં ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા મામલતદારને ઍક આવેદનપત્ર સુપરત કરી ગૌવંશ સંરક્ષણ અને સંવર્ધન માટે ખૂબ મહત્વ ની રજૂઆત અને માંગણી કરી છે. જેમાં ગૌવંશ ને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્ર આરાધ્યાનો સંવૈધાનિક દરજ્જો આપવામાં આવે અને ગૌરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ કેન્દ્રીય ગૌસેવા મંત્રાલય બનાવવા માં આવે આ ઉપરાંત ગાય ની તસ્કરી અને કતલખાના માટે કડક કાયદાકીય જોગવાઈ કરવા આવે અને બીનજામીનપાત્ર ગુનો નોંધાય તેવી માંગ કરવા માં આવી હતી. વધુમાં આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે ગાય ભારતીય સંસ્કૃતિ અને કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રનું ઍક મહત્વનું કેન્દ્ર છે. રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા ગાયઆધરિત પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે દરેક ગામોમાં નંદીશાળા, દરેક જિલ્લામાં ગૌઅભ્યારણ માર્ગો પર ગૌ ઍમ્બ્યુલન્સ અને ડ્રોમાં સેન્ટરની સુવિધાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના અભ્યાસક્રમમા ગૌવિજ્ઞાન સામેલ કરવા અને ગૌચર જમીનોના સરંક્ષણ માટે કડક નીતિ ઘડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આમ આજે ગૌહત્યા અને ગયોની ગેરકાયદેસર તસ્કરી તથા ગૌચર જમીનો પર દબાણો જેવા અનેક પ્રશ્નોના કારણે કથળેલી કાયદાકીય સ્થિતિ ને વધુ મજબૂત કરવા નાનાપોંઢા - કપરાડા તાલુકાના ગૌરક્ષકો દ્વારા મામલતદાર ને ઉપરોક્ત મહત્વના મુદાઓના ઉલ્લેખ કરી આવેદનપત્ર આપી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અંગે સંબંધિત તંત્ર યોગ્ય સક્રિયતા દાખવે તે ખૂબ જરૂરી છે.
