Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુરમાં મહારાણા પ્રતાપની ૪૮૬મી જન્મજયંતિ નિમિત્તે તિલક-પૂજન કાર્યક્રમ યોજાયો

ધરમપુરમાં મહારાણા પ્રતાપની ૪૮૬મી જન્મજયંતિ નિમિત્તે તિલક-પૂજન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૧૦ ઃ મહારાણા શ્રી પ્રતાપની ૪૮૬મી જન્મજયંતિ નિમિત્તે ધરમપુર સ્થિત કુશળકુંવરબા લેક ખાતે આવેલી શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા પર ધરમપુર રાજપૂત પંચ અને તળાવ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિલક-પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનો, નગરજનો તથા પ્રતિષ્ઠિત મહાનુભાવોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રાજવી પરિવારના ધર્મેન્દ્રસિંહજી પરીહાર અને ગૌરવદેવજી સીસોદીયાની ઉપસ્થિતિમાં બળવંતભાઈ દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમાનું તિલક અને પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધરમપુર રાજપૂત પંચના પ્રમુખ ગજેન્દ્રસિંહ રાવરાણા, મંત્રી ધીરજસિંહ રાઠોડ, તેમજ સમાજના આગેવાનો જયદીપસિંહ સોલંકી, છત્રસિંહ શિંદે, હરેન્દ્રસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓઍ ઉમંગભેર સહભાગી બની મહારાણા પ્રતાપ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

સાથે સાથે તળાવ ગ્રુપના સિનિયર સિટિઝન્સ અજયભાઈ ભાવસાર, સુનિલભાઈ સુરતી, પરેશભાઈ મોદી, કમલેશ કાપડી સહિત ધરમપુરના અનેક નગરજનોઍ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી તેમજ નગરસેવક શ્રી સમીપભાઈ રાંચ ઉપસ્થિત રહ્ના હતા. તેમણે મહારાણા પ્રતાપની શૌર્યગાથા, તેમના બલિદાન અને માતૃભૂમિની રક્ષા માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરી હતી.

કાર્યક્રમનું સંચાલન  હરેન્દ્રસિંહ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે અજયભાઈ ભાવસાર દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી. મહારાણા પ્રતાપના આદર્શો અને શૌર્યથી પ્રેરાઈ સમાજમાં ઍકતા અને દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બને તેવી સૌઍ કામના વ્યક્ત કરી હતી.