Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

ધરમપુરમાં ‘પીઍમ સૂર્ય ઘર ઃ મુફત બીજલી યોજના’ને સારો પ્રતિસાદ મળ્યો

ધરમપુરમાં ‘પીઍમ સૂર્ય ઘર ઃ મુફત બીજલી યોજના’ને સારો પ્રતિસાદ મળ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૦ ઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ઝ઼ઞ્સ્ઘ્ન્) સહિત રાજ્ય અને દેશભરમાં પીઍમ સૂર્ય ઘર મુફત બીજલી યોજના (ભ્પ્લ્ઞ્પ્ગ્ળ્) અંતર્ગત મે-૨૦૨૬ને સોલાર માસ તરીકે ઉજવવામાં આવી રહ્ના છે. આ અભિયાન અંતર્ગત ધરમપુર શહેરમાં યોજનાને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્ના છે.

ધરમપુર ખાતે ડેપ્યુટી ઍન્જિનિયર  જયેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઝ઼ઞ્સ્ઘ્ન્ના કર્મચારીઓ દ્વારા ધરમપુર નગરના તમામ વોર્ડમાં જઈ આ યોજનાની વિશેષ માહિતી નાગરિકોને આપવામાં આવી રહી છે. સાથે સાથે સ્થળ પર જ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કાર્ય પણ કરવામાં આવી રહ્નાં છે, જેથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે.

આ યોજનાની મુખ્ય વિશેષતા ઍ છે કે લાભાન્વિત ગ્રાહકોને તેમના વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થશે તેમજ લાંબા ગાળે આર્થિક લાભ પ્રા થશે. સાથે સાથે રાજ્યમાં નવીનીકરણીય ઊર્જાના પ્રોત્સાહન દ્વારા ગુજરાતને આ ક્ષેત્રમાં અગ્રેસર રાખવામાં નાગરિકોનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે અને રાજ્યને વિવિધ પુરસ્કારો પ્રા કરવામાં પણ સહભાગી બની શકાશે.

ઝ઼ઞ્સ્ઘ્ન્ દ્વારા ધરમપુરના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ લોકહિતકારી યોજનામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવે. રજીસ્ટ્રેશન માટે ગ્રાહક નંબર અથવા વીજ બિલની નકલ નીચે દર્શાવેલ નંબર ૯૨૨૭૭ ૭૦૯૧૪ હિમાંશુ આગલાવે ને મોકલી શકાશે.

 ધરમપુરના નાગરિકોને આ અનોખી અને લાભદાયી યોજનાનો લાભ લઈ સૂર્ય ઊર્જા દ્વારા હરિત અને સ્વાવલંબી ભવિષ્ય તરફ આગળ વધવા  ઝ઼ઞ્સ્ઘ્શ્ર વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.