Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

મોટી કોરવડમાં પાણીની વિકટ સમસ્યા

મોટી કોરવડમાં પાણીની વિકટ સમસ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૦ ઃ ધરમપુર તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ઍવા મોટી કોરવડ ગામના સાતમાળી ફળિયા, નાની કોરવડના કાઠવડ માળી ફળિયા તેમજ અવલખંડી વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગ્રામજનોને ઘરવપરાશ અને પશુઓ માટેના પાણી માટે બેથી ત્રણ કિલોમીટર સુધી વલખા મારવા પડી રહ્નાનું બહાર આવવા પામ્યું છે જેને લઇ આદિવાસી ભાઈઓ બહેનો પાણીની સમસ્યાને લઈ અતિ મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે. 

આ વિસ્તારની કરુણતા ઍ છે કે સ્થાનિક આદિવાસી ભાઈઓ-બહેનોઍ પોતાનો ફાળો ઍકત્ર કરી પથરાળ જમીનમાં બ્લાસ્ટિંગ કરીને પાણી મેળવવાનો પ્રયાસ કર્યો છે. 

જ્યાં બે ફૂટના અંતરે થોડું ઘણું પાણી નીકળતા તેનો ઉપયોગ ઘરવપરાશ કે ઢોર ઢાકર માટે કરવામાં આવી રહ્ના છે. બીજી તરફ, મોટી કોરવડના સાતમાળી ફળિયામાં ગ્રામજનો જીવના જોખમે ઊંડા પથરાળ કૂવામાં સીડીના સહારે ઉતરી પાણી મેળવવા મજબૂર બન્યા છે. મહિલાઓ કૂવામાં ઉતરી પથ્થરોમાંથી ઝરતા પાણીનો સંગ્રહ કરીને પરિવારની તરસ બુઝાવી રહી છે.

૩૦ વર્ષથી વિકાસના દાવા કરતી ભાજપ સરકાર આ વિસ્તારમાં મૂળભૂત પાણીની સુવિધા પણ પૂરી પાડી શકી નથી, જે વિકાસના દાવાઓને પોકળ સાબિત કરે છે. ગ્રામજનોઍ જણાવ્યું કે આજદિન સુધી આ વિસ્તારમાં માત્ર ૫૦ ફૂટનો પાતળ કૂવો પણ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્ના છે.

અવલખંડી વિસ્તારના ઘસી પડેલા બાર્બરનિયા ફળિયાના કૂવાના તાત્કાલિક રિપેરિંગની માંગ પણ ઉઠી છે. તાજેતરમાં ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય દેવુ મોકાસીઍ સ્થળ મુલાકાત લઈ ગ્રામજનોની વ્યથા સાંભળી, મામલતદાર કચેરી અને પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરવાની ખાતરી આપી છે. તેમણે ચીમકી આપી છે કે જો પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે, તો પ્રજાના હિત માટે આંદોલન કરવા પણ અચકાશે નહીં. ગરીબ આદિવાસી વિસ્તારની આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને સરકાર અને સંબંધિત તંત્ર તાત્કાલિક પગલાં ભરે અને આ વિસ્તારમાં રહેતા લોકોને પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે ન્યાય મળે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.