દમણના દામિની વુમન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ સિમ્પલ કાટેલાનું દિલ્હીમાં સન્માન
- byDamanganga Times
- 11 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૦ ઃ દમણની સામાજિક કાર્યકર, મહિલા સશક્તિકરણ માટે પ્રેરણાસ્ત્રોત અને દામિની વુમન્સ ફાઉન્ડેશનની અધ્યક્ષા સિમ્પલ કાટેલાને નવી દિલ્હીના ફઝ઼પ્ઘ્ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા ભવ્ય સમારોહ ૧૦૦ ત્ણૂંઁજ્ઞ્ણૂ ષ્ૃંફૂઁ ંશ્ ત્ઁફુર્જ્ઞ્ી ૨૦૨૬માં સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રતિષ્ઠિત ઍવોર્ડ દેશભરની ઍવી મહિલાઓને આપવામાં આવે છે જેઓઍ સમાજ સેવા, મહિલા ઉત્થાન, નેતૃત્વ અને જનકલ્યાણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.
સમારોહ દરમિયાન પ્રખ્યાત અભિનેત્રી અને સમાજસેવિકા ય્જ્ઞ્દ્દ્ય લ્ત્ર્જ્ઞ્રુષ્ટ્યશ્વજ્ઞ્ તેમજ ૧૦૦ ત્ણૂંઁજ્ઞ્ણૂ ષ્ૃંફૂઁ ંશ્ ત્ઁફુર્જ્ઞ્ીની સ્થાપિકા ર્વ્ીર્ણુસ્ન્સ્ન્્યૃ ર્ણ્ીષ્ઠ્યફૂ દ્વારા સિમ્પલ કાટેલાને ઍવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી ૧૦૦ પ્રેરણાદાયી મહિલાઓના કાર્યને પણ બિરદાવવામાં આવ્યું હતું. સિમ્પલ કાટેલાઍ આ સન્માન દમણની મહિલાઓ, સામાજિક કાર્યકરો અને પોતાના સહયોગીઓને સમર્પિત કરતાં જણાવ્યું કે આ ઍવોર્ડ તેમને સમાજ સેવા ક્ષેત્રે વધુ કાર્ય કરવા માટે પ્રેરણા આપશે. તેમણે ખાસ કરીને મહિલાઓની આત્મનિર્ભરતા, શિક્ષણ અને સામાજિક જાગૃતિ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલા શક્તિ, નેતૃત્વ અને સામાજિક પરિવર્તનને સમર્પિત વિવિધ પ્રેરણાદાયી રજૂઆતો પણ યોજાઈ હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ગૌરવ અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું. આ સિદ્ધિ બદલ દમણ સહિત વિવિધ સામાજિક અને રાજકીય સંસ્થાઓ દ્વારા સિમ્પલ કાટેલાને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્ના છે.
