વલસાડમાં રાજયકક્ષાની નિબંધ સ્પર્ધા યોજાઈ
- byDamanganga Times
- 11 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વિશ્વ કવિ શ્રી રવીન્દ્રનાથ ટાગોરની ૧૬૫ જન્મોત્સવની ઉજવણી વલસાડ બુધસભાના નેજા હેઠળ પંચિશે બૈશાખ કાર્યક્રમ તા.૭-૦૫-૨૦૨૬ના રોજ ઉજવાયો. જેમાં રવીન્દ્ર સંગીતની પ્રસ્તુતિ ખૂબજ સુંદર પ્રાકૃતિક વાતાવરણમાં થઈ. સાહિત્ય, સંગીત અને પ્રકૃતિને વરેલી બુધસભા વલસાડ દ્વારા આ સુંદર કાર્યક્રમ થયો .જેમાં રવીન્દ્રનાથના બંગાળી ભાષાના ગીતો, નૃત્ય, સમૂહ ગાન અને બંગાળની સંસ્કૃતિ દર્શન કલાત્મક રીતે રજૂ થયું. તબલા, મંજીરા અને વાંસળીના સૂરમાં રવીન્દ્ર સંગીત રજૂ થયું. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર, માણેકબાગ, વલસાડ (પારૂલબેન શાહ) ખાતે પ્રભાતના પુષ્પો ખીલતાંની સાથે સંગીતમય સવાર પ્રફુલ્લિત થઈ ઊઠી.
માતૃભાષા ઉજવણી અભિયાન અંતર્ગત બુધસભા વલસાડ મારફત માતૃભાષા ગુજરાતીમાં કાવ્ય, ટૂંકી વાર્તા અને નિબંધ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના ઘણા જિલ્લાના સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. વિજેતાઓને આજના કાર્યક્રમમાં પારિતોષિકો પણ આપવામાં આવ્યાં. જેમાં વલસાડના મહેશભાઈ દેસાઈ, કાવ્યમાં કાંતિભાઈ પટેલ (ખૂબ જાણીતા, સેવાભાવી ભ્ત્ર્ક્કસ્ન્જ્ઞ્ણૂર્જ્ઞ્ીઁ), કિશોર આર. ટંડેલ નવસારી પ્રથમ વિજેતા થયાં હતાં.
નિબંધ સ્પર્ધામાં પ્રથમ નવસારી, દ્વિતીય અમદાવાદ અને તૃતીય કામરેજ વિજય થયાં હતાં. આ રાજય કક્ષાની નિબંધ સ્પર્ધામાં (ઓજલ) નવસારી રહેવાસી અને નવચેતન કેળવણી મંડળ સંચાલિત તાપીવન વિદ્યાલય સરકુઈના નિવૃત ભાષા શિક્ષક કિશોર આર. ટંડેલ, નવસારી પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થતાં તેમને કલાત્મક ટ્રોફી ઍનાયત થઈ હતી. કિશોર ટંડેલને બુધસભાના ડૉ. રાધિકા રાહુલ ટીક્કુ અને સમગ્ર ટીમ તરફથી અભિનંદન પાઠવવામા આવ્યા હતા. અન્ય શહેર ભુજ, અમદાવાદ, પોરબંદર, સુરતના સાહિત્ય રસિકો પણ દ્વિતીય અને તૃતીય કક્ષાઍ વિજેતા થયેલ. દરેક વિજેતાઓનું સન્માન થયું હતું. આ ઉજવણીમાં ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્ના હતા.
