Damanganga Times.

Damanganga Times.

June 10, 2026

વાપી પંથકમાં સૂર્યનારાયણ કોપાયમાન ઃ પારો ૪૦ ડીગ્રી સે. પર પહોચ્યો

વાપી પંથકમાં સૂર્યનારાયણ કોપાયમાન ઃ પારો ૪૦ ડીગ્રી સે. પર પહોચ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ વાપી પંથકમાં છેલ્લા બે દિવસથી ભારે ગરમીનો પ્રકોપ વધતા જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને બપોરના સમયે તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકો ગરમીથી પરેશાન બન્યા છે. વહેલી સવારથી જ તડકો આકરો બનતો જાય છે અને બપોર બાદ રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. ગરમીના વધતા પ્રમાણને કારણે શહેરના મુખ્ય માર્ગો, બજારો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં પણ અસર વર્તાઈ રહી છે. બપોરના સમયે ગરમ પવન ફૂંકાતા લોકો છાંયો અને ઠંડકની શોધમાં જોવા મળી રહ્ના છે. આકરી ગરમી વચ્ચે લોકો રસ્તાની આજુબાજુમાં આવેલા ઠંડા પીણા, શેરડીનો રસ, લીંબુ શરબત અને આઇસ્ક્રીમની દુકાનો પર લોકોની ભીડ વધતી જોવા મળી રહી છે.

જ્યારે વાપી ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓ માટે પણ ગરમી મુશ્કેલીરૂપ બની રહી છે. ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકો ભારે ગરમી વચ્ચે કામ કરવા મજબૂર બન્યા છે, જેના કારણે થાક અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ ઉભી થવાની ભીતિ સેવાઈ રહી છે. ગઈકાલે ગરમીનો પારો ૪૧ થી ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો જ્યારે આજે આ ગરમી નો પારો ૩૮ ડિગ્રી જેટલો નોંધાયો હતો.