વલસાડમાં પરિવારે કલેક્ટર પાસે ‘ઈચ્છા મૃત્યુ’ની માંગ કરી
- byDamanganga Times
- 11 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા ઍક મધ્યમવર્ગીય પરિવારે જીવનથી કંટાળીને સામૂહિક ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી વલસાડ કલેક્ટરને સંબોધીને ઍક પત્ર લખ્યો છે. વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા ઍક મધ્યમવર્ગીય પરિવારે જીવનથી કંટાળીને સામૂહિક ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વલસાડ અબ્રામાના બિનાનગરમાં રહેતા સુરેશભાઈ ગજાનન નાઈકે સોશિયલ મીડિયાના માધ્યમથી વલસાડ કલેક્ટરને સંબોધીને ઍક પત્ર લખ્યો છે, જેમાં તેમણે પોતાના સમગ્ર પરિવાર સાથે જીવન ટૂંકાવવાની મંજૂરી માંગી છે.નાઈક સુરેશ ગજાનન (રહે. અબ્રામા, વલસાડ). પરિવારના સભ્યોમાં પત્ની ચિત્રાબેન, પુત્ર મકરંદ અને દિવ્યાંગ પુત્રી અશ્વિની જેઓ શારીરિક, માનસિક અને આર્થિક સંકડામણ થી સુરેશભાઈઍ પત્રમાં જણાવ્યું છે કે, તેમનો પરિવાર લાંબા સમયથી ગંભીર આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવનો સામનો કરી રહ્ના છે. ખાસ કરીને દિવ્યાંગ પુત્રીની હાલત અને ઘરની પરિસ્થિતિને જોતા હવે જીવવું મુશ્કેલ બન્યું છે. તેમણે વહીવટીતંત્રને વિનંતી કરી છે કે, અમે આ જીવનથી છુટકારો મેળવવા માંગીઍ છીઍ, આ માટે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવી પડે તે કરવા અમે તૈયાર છીઍ.
સોશિયલ મીડિયા પર આ પત્ર વાયરલ થતા જ સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
સામાન્ય રીતે ભારતીય કાયદામાં ઈચ્છા મૃત્યુ માટે ખૂબ જ કડક નિયમો છે.અને તે માત્ર અત્યંત ગંભીર તબીબી સ્થિતિમાં જ વિચારવામાં આવે છે. આ કિસ્સામાં આર્થિક તણાવ કારણ હોવાથી, તંત્ર દ્વારા પરિવારને કાઉન્સેલિંગ અથવા સરકારી યોજનાઓ હેઠળ મદદ મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
