પેણધાના કેડીપાડા ફળિયામાં પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન
- byDamanganga Times
- 09 May, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૮ ઃ ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્તાર ઍવા પેણધા ગામના કેડીપાડા ફળિયામાં પાણીની ગંભીર સમસ્યા સામે આવી રહી છે. અહીં કેટલા સમય થી ઉભી કરવામાં આવેલ સિન્ટેક્સ અને સિમેન્ટ કોન્ક્રીટ પાણીની ટાંકીઓ માત્ર શોભાના ગાંઠિયા સમાન ભાસી રહી છે તંત્રઍ આ વિસ્તારના લોકોની મજાક કરી રહ્ના હોય ઍમ જોવા મળી રહ્નાં છે.
કેડીપાડા વિસ્તારમાં આશરે ૮૦થી વધુ ઘરોમાં વસવાટ કરતા ૧૦૦૦ થી વધુ રહીશો આજે પણ પાણી માટે વલખા મારી રહ્ના છે. ગામમાં આવેલ ઍકમાત્ર બોર પરથી પાણી મેળવવા માટે લોકોનો મોટો જમાવડો થતો હોય છે, જેના કારણે હાલે ઉનાળાના દિવસોમાં રહેણાંકોની મુશ્કેલીઓ વધી રહી છે. વધુમા નજીકમાં કોઈ યોગ્ય પાણીનો સ્ત્રોત ન હોવાથી મહિલાઓને લાંબા અંતર સુધી પાણી ભરવાની ફરજ પડી રહી છે જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
સ્થાનિકોનું કહેવું છે કે, અસ્ટ્રોલ યોજના હેઠળ પાણીની સુવિધા મળવાની આશા હતી, પરંતુ આજદિન સુધી આ યોજનાનો લાભ તેમને મળ્યો નથી. તેથી ગ્રામજનો દ્વારા તંત્રને તાત્કાલિક ધ્યાન આપી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ ઉઠી રહી છે.
